Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં અંડર ગ્રાઉન્ડ સ્ટેશન અને ટનલ માટે બીડ મંગાવાઇ

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ HSR સ્ટેશન એ મુંબઈ અમદાવાદ HSR કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે. આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે.

Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનનું કામ પુરજોશમાં, મુંબઈમાં અંડર ગ્રાઉન્ડ સ્ટેશન અને ટનલ માટે બીડ મંગાવાઇ
Mumbai Bullet Train Station
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 22, 2022 | 11:21 PM

Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેનનું(Bullet Train)  કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં NHSRCLદ્વારા C1 પેકેજ હેઠળ મુંબઈ (મહારાષ્ટ્ર)(Mumbai) ખાતે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ હાઇ સ્પીડ રેલ સ્ટેશનની ડિઝાઇન અને બાંધકામ માટે બિડ મંગાવવામાં આવી છે. જે મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર તે એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. BKC સ્ટેશન ઉપરાંત, C1 પેકેજ ટેન્ડરમાં 467 મીટરની કટ અને કવર લંબાઈ અને 66 મીટરની વેન્ટિલેશન શાફ્ટનો પણ સમાવેશ થાય છે.  આ શાફ્ટનો ઉપયોગ ટનલ બોરિંગ મશીન (રિકવરી શાફ્ટ)ને બહાર કાઢવા માટે પણ કરવામાં આવશે. સ્ટેશનમાં 6 પ્લેટફોર્મ હશે અને દરેક પ્લેટફોર્મની લંબાઈ લગભગ 415 મીટર (16 કોચની બુલેટ ટ્રેનને સમાવવા માટે પૂરતી) હશે. સ્ટેશનને મેટ્રો અને રોડ દ્વારા જોડવામાં આવશે.

આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે

બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ HSR સ્ટેશન એ મુંબઈ અમદાવાદ HSR કોરિડોર પરનું એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન છે. આ પ્લેટફોર્મ ગ્રાઉન્ડ લેવલથી લગભગ 24 મીટરની ઉંડાઈએ બનાવવાની યોજના છે. પ્લેટફોર્મ, કોન્કોર્સ અને સર્વિસ ફ્લોર સહિત ત્રણ માળ હશે. બે એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, એક મેટ્રો લાઈન 2Bના નજીકના મેટ્રો સ્ટેશન સુધી પહોંચવા માટે અને બીજો MTNL ભવન તરફ જવા માટે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સ્ટેશનનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે મુસાફરોની અવરજવર અને સુવિધાઓ માટે કોન્કોર્સ અને પ્લેટફોર્મ સ્તર પર પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય. કુદરતી પ્રકાશ માટે સમર્પિત સ્કાયલાઇટ આપવામાં આવી છે.સ્ટેશનો પર મુસાફરો માટે આયોજિત સુવિધાઓમાં સુરક્ષા, ટિકિટિંગ, વેઇટિંગ એરિયા, બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, આરામ રૂમ, ધૂમ્રપાન રૂમ, માહિતી કિઓસ્ક અને કટોકટી રાહત, જાહેર માહિતી અને જાહેરાત સિસ્ટમ્સ, CCTV સર્વેલન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મેટ્રો, બસો, ઓટો અને ટેક્સીઓ જેવા પરિવહનના અન્ય માધ્યમો સાથે એકીકરણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">