Ahmedabad : ગુનેગારોને કોઈની બીક નથી ! અગાઉ GUJCTOCના ગુનામાં ઝડપાયેલો આરોપી ફરી MD ડ્રગ્સ સાથે ઝડપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે મોહંમદ અઝરુદ્દીન ઉર્ફે અઝહર શેખની ધરપકડ કરી છે. આરોપી સિંધુભવન રોડ પરના નર્મદા આવાસ પાસે બાઈક પર એમડી ડ્રગ્સનો જથ્થો લઇને છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતાં તેની ધરપડક કરી છે. પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે તે તેના મિત્ર નઈમખાન ઉર્ફે નઈમ ટકલો પઠાણ સાથે ભેગા મળીને MD ડ્રગ્સનું વેચાણ કરે છે અને ડ્રગ્સનો જથ્થો જુહાપુરાના ઈસ્તીયાક ઉર્ફે મામા શેખ પાસેથી ખરીદી છૂટક વેચાણ કરતા હતા.

નવરાત્રિના તહેવાર દરમ્યાન સિંધુભવન રોડ પરથી ડ્રગ્સ ઝડપાયું છે. જુહાપુરાના કુખ્યાત ગુનેગાર અને ગુજસીટોકના ગુનામાં અગાઉ ઝડપાયેલા આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. સિંધુભવન રોડ પર નર્મદા આવાસ પાસેથી 5.48 લાખના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી તપાસ કરતા તેના મિત્ર સાથે મળીને જુહાપુરામાં રહેતા શખ્સ પાસેથી ડ્રગ્સની ખરીદી કરી છુટકમાં વેચાણ કરતો હોવાનું પુછપરછમાં સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સનાં જથ્થા સાથે મોહંમદ અઝરુદ્દીન ઉર્ફે અઝહર શેખની ધરપકડ કરી છે. આરોપી સિંધુભવન રોડ પરના નર્મદા આવાસ પાસે બાઈક પર એમડી ડ્રગ્સનો જથ્થો લઇને છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી પોલીસને મળતાં તેની ધરપડક કરી છે.
આરોપીની તપાસ કરતા 5.48 લાખનું 54 ગ્રામ એમડી ડ્ર્ગ્સ મળી આવ્યું હતુ. ક્રાઈમ બ્રાંચે અઝરૂદ્દીન શેખ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સના જથ્થા સહિત કુલ રૂપિયા 6.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે તે તેના મિત્ર નઈમખાન ઉર્ફે નઈમ ટકલો પઠાણ સાથે ભેગા મળીને MD ડ્રગ્સનું વેચાણ કરે છે અને ડ્રગ્સનો જથ્થો જુહાપુરાના ઈસ્તીયાક ઉર્ફે મામા શેખ પાસેથી ખરીદી છૂટક વેચાણ કરતા હતા. સમગ્ર મામલે હવે પોલીસે નઈમખાન ઉર્ફે નઈમ ટકલો અને ઈસ્તીયાક ઉર્ફે મામા શેખ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
બંનેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે આરોપી મોહમ્મદ અઝરૂદ્દીન પઠાણ જુહાપુરાના કુખ્યાત અઝહર કિટલી ગેંગનો સાગરીત છે. તેના વિરૂદ્ધ 18 જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. આરોપી બે વખત પાસાની સજા પણ કાપી ચૂક્યો છે.
આરોપી ગુજસીટોકના ગુનામાં જેલમાં હતો અને જામીન પર છૂટ્યો હતો. જે દરમ્યાન તેણે ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી છે. હાલતો પોલીસે મોહમ્મદ અઝરૂદ્દીન પઠાણની ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો કોને કોને આપતો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.