Ahmedabad: સોશિયલ મીડીયાના માધ્યમથી કૌટુંબિક મામા અને સગીરા વચ્ચે પ્રેમ થયો, માતાએ જ કલંકિત સબંધને ઉજાગર કર્યો

સબંધોને શર્મસાર કરે તેવો વધુ એક કિસ્સો શહેરમાંથી સમે આવ્યો છે. પહેલા સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે તેની માતાના ફોનથી મામા સાથે વાત કરતી હતી જે બાદ મામાએ સગીરાને ફોન પણ આપ્યો હતો.

Ahmedabad: સોશિયલ મીડીયાના માધ્યમથી કૌટુંબિક મામા અને સગીરા વચ્ચે પ્રેમ થયો, માતાએ જ કલંકિત સબંધને ઉજાગર કર્યો
ફોટો - આરોપી
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 24, 2022 | 4:25 PM

Ahmedabad: સબંધોને શર્મસાર કરે તેવો વધુ એક કિસ્સો શહેરમાંથી સમે આવ્યો છે. ફોટામાં દેખાતો આ છે કલંકિત મામા. જેની સામે તેની જ બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઠક્કર નગરમાં રહેતી 38 વર્ષીય મહિલા ભાડાના મકાનમાં 14 વર્ષથી તેના બાળકો સાથે રહે છે. તેના પતિનું પાંચ વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ મહિલાને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. છેલ્લા છ મહિનાથી આ મહિલા ઠક્કર નગર ચાર રસ્તા ખાતે આવેલી એક દુકાનમાં નોકરી કરવા જાય છે. છ મહિના પહેલા આ મહિલાના ફોનમાં તેની 17 વર્ષની દીકરીએ ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી અને તેનો ઉપયોગ કરતી હતી.

જ્યારે મહિલા પાસે ફોન હોય ત્યારે ફોનમાં મેસેજ આવતા હતા. જેથી મહિલાએ તેના દીકરાને આ મેસેજ બતાવતા તેને જણાવ્યું કે, તેની બહેન ઇન્સ્ટાગ્રામમાં એક યુવક સાથે વાત કરે છે અને આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ આ સગીરાના પિતાની ફોઈના દીકરાનો દીકરો હતો એટલે કે સગીરાનો કુટુંબી મામા થાય છે.

આ કૌટુંબિક મામા એવો આરોપી લેગીન્સ બનાવવાનું કામ કરે છે અને છ મહિના પહેલાં તે ઇલાસ્ટિકનું કામ કરાવવા માટે આ મહિલાના ઘરે આવતો જતો હતો. આ સબંધ બાબતે મહિલાએ આ યુવકના પિતાને જાણ કરતાં સમાજના બે માણસો સાથે ઘરે આવ્યા હતા અને મહિલાની સગીર વયની દીકરીના લગ્ન કરાવી દો તેમ સમજાવવા મોકલ્યા હતા. ત્યારે આ મહિલાએ કહ્યું હતું કે, આરોપી યુવક તેનો ભાઈ થાય છે અને દીકરીનો મામા થાય છે જેથી આ લગ્ન શક્ય નથી અને તેની સાથે કોઈ સંબંધ રાખવો નથી અને હવે ઘરે આવવો ન જોઈએ.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

થોડા દિવસ પહેલા આ મહિલા નોકરી પરથી ઘરે આવી હતી ત્યારે સાંજે મહિલાનો દીકરો અને દીકરી સાથે રમતા હતા. આ દરમિયાન સગીરા પાસેથી એક ફોન મળી આવ્યો હતો. જે આ મહિલા જોઈ જતા આ ફોન કોણે આપ્યો છે તેવી પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે, તેને તેના કૌટુંબિક મામાએ 4 મહિના પહેલા ફોન આપ્યો હતો અને તેની સાથે પ્રેમ સંબંધ છે અને તે ફોનમાં તેની સાથે વાતચીત કરવાની સાથે બહાર ફરવા પણ ગઈ હતી. આટલું જ નહીં છ મહિના પહેલા આ સગીરા ઘરે હતી ત્યારે તેના કૌટુંબિક મામા ઘરે આવ્યા હતા અને તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા તેવો ખુલાસો થયો હતો. આમ એક વાર નહીં પરંતુ ચાર વખત આરોપી સગીરાને લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેથી સમગ્ર બાબતને લઈને સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">