Ahmedabad : પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ, શરૂ કરાયો ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ

Ahmedabad : પશ્ચિમ રેલવે વિભાગે (Western Railway) નવતર પ્રયાસ હાથ ધર્યો છે. પર્યાવરણને શુદ્ધ કરવાના રેલવે વિભાગના પ્રયાસના ભાગ રૂપે વિદેશોમાં ઉપયોગમાં લેવાતી તકનીક આધારે ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ શરૂ કર્યો છે.

Ahmedabad : પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ, શરૂ કરાયો ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ
પશ્ચિમ રેલવેનો નવતર પ્રયોગ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 24, 2021 | 3:55 PM

Ahmedabad : શહેરીજનો સૌથી વધુ મુસાફરી રેલવેમાં કરતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે રેલવેમાં મુસાફરી વધુ હોય તો સુવિધાની તેટલી જ વધુ જરૂર પડે અને તેની સામે કચરો પણ તેટલો જ થાય. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે વિભાગે (Western Railway) નવતર પ્રયાસ હાથ ધર્યો છે. અમદાવાદ ખાતે ભારતનો પ્રથમ ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ (Zero Waste Management System Plant) શરૂ કર્યો છે.

કાલુપુર રેલવે સ્ટેશન અને મણિનગર રેલવે સ્ટેશન વચ્ચે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 1 હજાર સ્કવેર ફિટમાં આ પ્લાન્ટ શરૂ કરાયો છે. જે પ્લાન્ટમાં કચરો લાવી અલગ પાડી રિસાયકલિંગ કરાઈ છે. જેમાં ખાદ્ય કચરામાંથી ખાતર બનાવાય છે. જ્યારે પ્લાસ્ટિકમાંથી ટી શર્ટ, પીપીઈકીટ, નેપકીન, કેપ, પોલીથીન બેગ બનાવાય છે.

ભારતનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ મનાઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ જે 43 લાખના ખર્ચે 3 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યો છે. પ્લાન્ટમાં કચરો અલગ કરી સ્થળ પર ખાતર બનાવાય છે અને પ્લાસ્ટિક બોટલ ક્રશ કરાય છે. જ્યારે ક્રશ કરેલ બોટલ ખાનગી કંપની કે જેની સાથે MOU થયા છે તેને આપી ટી શર્ટ, નેપકીન અને કેપ જેવી વસ્તુ બનાવાય છે. એટલું જ નહીં પણ થર્મોકોલ અને ટેટ્રાપેકમાંથી પોલીએલ સીટ બનાવાશે તો સાથે જ આગામી દિવસમાં પ્લાન્ટના શેડ પર સોલાર સિસ્ટમ લગાવી ગ્રીન એનર્જી પણ મેળવવામાં આવશે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વધુમાં પ્લાન્ટને લઈને રેલવે વિભાગ ચાર્જિંગ વ્હીકલ પણ વસાવશે જેથી પ્રદુષણ ન થાય. ઇંધણ બચી શકે. સાથે જ કચરામાંથી ક્રૂડ ઓઇલ પણ તૈયાર કરવાની પ્રક્રિયા રેલવે વિભાગ દ્વારા ચાલી રહી છે. જેથી તેનો ઉપયોગ રેલવે વિભાગમાં કરી શકાય.

જે વસ્તુ બનાવાઈ રહી છે તેમાં ચાદરમાં 66 ટકા પ્લાસ્ટિક અને 34 ટકા કાપડ જ્યારે નેપકીનમાં 100 ટકા પ્લાસ્ટિક ઉપયોગ કરવામાં આવે છે. કચરામાંથી બનાવેલ ખાતરનો ઉપયોગ રેલવેના બગીચાઓમાં કરાશે. જ્યારે ટી શર્ટ અને અન્ય વસ્તુનો કાર્યક્રમો અને વ્યવસ્થામાં ઉપયોગ કરાશે.

મહત્વનું છે કે રેલવેમાં સામાન્ય દિવસમાં ચાલતી 200 જેટલી ટ્રેનમાં દરરોજ 2 ટન કચરો ભેગો થતા નિકાલ કઈ રીતે કરવો તેને લઈને પ્રશ્ન સર્જાયો હતો. સાથે જ AMCની ગાઈડલાઈન પ્રમાણે 100 કિલો કચરો ઉતપન્ન કરતા એકમે સ્થળ પર કચરો નિકાલ કરવાનો હોય છે.

ત્યારે તમામ બાબતો ધ્યાને રાખીને તેમજ પર્યાવરણને શુદ્ધ કરવાનો રેલવે વિભાગના પ્રયાસના ભાગ રૂપે વિદેશોમાં ઉપયોગમાં લેવાતી તકનીકના આધારે આ પ્લાન્ટ તૈયાર કરાયો છે. જેને ઝીરો વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્લાન્ટ નામ આપવામાં આવ્યું છે. રેલવે વિભાગના અધિકારીનું માનવું છે કે આ પ્લાન્ટથી પર્યાવરણ શુદ્ધ થશે. કચરાનો યોગ્ય અને ઝડપી નિકાલ થશે તેમજ કચરા સામે વસ્તુ મળી રહેતા રેલવેનો તેટલો ખર્ચ બચશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">