Ahmedabad : GTU ખાતે અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, સ્ટાર્ટઅપ-ઇનોવેશનને બૂસ્ટઅપ મળશે

આજરોજ જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું (એઆઈસી) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Ahmedabad : GTU ખાતે અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ, સ્ટાર્ટઅપ-ઇનોવેશનને બૂસ્ટઅપ મળશે
GTU ખાતે અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 1:02 PM

Ahmedabad : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર આજરોજ જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું (એઆઈસી) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપેલ RT-PCR મશીનનો પણ કોવિડ-19ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો.

જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ

શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અનેક સકારાત્મક પગલાં ભર્યા છે. જીટીયુ દ્વારા વિકસાવવામાં આવેલી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સપોર્ટ સિસ્ટમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ બિરદાવવામાં આવી છે. “સ્ટાર્ટઅપ એટલે કે, સમસ્યાનું સમાધાન ચિંધતો વિચાર અને પ્રયોગ” સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં અગ્રીમતા ધરાવે છે. જેમાં જીટીયુનો ફાળો સવિશેષ છે. જીટીયુના વિવિધ સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ મળશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સ્ટાર્ટઅપ-ઇનોવેશનને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા પગલાં લેવાયા

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ યુનિવર્સિટીમાંથી વિવિધ સંશોધન થાય તે, ઉદ્યોગસાહસિકો અને ઈનોવેટર્સને અનેક પ્રકારે લાભદાયી નિવડશે. ઉપરાંત નવીનત્તમ ટેક્નોલોજીની મદદથી ઉદ્યોગોના વિકાસ અને ઉત્પાદન ક્ષમત્તામાં વધારો કરવા માટે પણ મદદરૂપ થશે.

નીતિ આયોગ દ્વારા બાયોટેકનોલોજી, હેલ્થકેર અને મેડિકલ ડિવાઇસીસ ક્ષેત્રમાં કાર્યરત ઈનોવેટીવ આઈડિયાને સહાયરૂપ થવાના સંદર્ભથી રૂ. 10 કરોડનું આર્થિક યોગદાન મંજૂર કરેલ છે.

જીટીયુ અટલ ઇન્ક્યુબેશન સેન્ટરમાં 25થી વધુ બાયોટેક, બાયોમેડિકલ ડિવાઇસીસ ઉપલબ્ધ છે. તેમજ 100થી વધુ લોકોને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી છે. વધુમાં શ્રેષ્ઠ 7 સ્ટાર્ટઅપને આર્થિકરૂપે સહભાગી થવાના હેતુસર રૂપિયા 30લાખ 23 હજારથી વધુના ચેક આપવામાં આવ્યાં હતાં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">