Ahmedabad: કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, કાલુપુરમાં યુવકને દોડાવી દોડાવી તલવારના ઘા ઝીંકી કરાઈ કરપીણ હત્યા

Ahmedabad: કાલુપુર વિસ્તારમાં પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે યુવકને દોડાવી દોડાવી તલવારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી. આરોપીઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ સરાજાહેર હત્યાને અંજામ આપ્યો હતો.

Ahmedabad: કાયદો વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા, કાલુપુરમાં યુવકને દોડાવી દોડાવી તલવારના ઘા ઝીંકી કરાઈ કરપીણ હત્યા
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 06, 2023 | 11:10 PM

અમદાવાદમાં કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે ખુની ખેલ ખેલાયો છે. યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જો કે ચોંકાવનારી બાબત તો એ છે કે પોલીસ ચોકીથી માત્ર નજીવા અંતરે જ આ બનાવ બન્યો છે. જેને લઈ પોલીસનો ડર ના હોય તેવું દેખાઈ રહ્યું છે.

શહેરમાં ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં લગ્નની દાવત સમયે જમવા બાબતે થયેલ બોલાચાલીની અદાવતમાં હત્યાને અંજામ અપાયો છે. સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાનું લાઈનમાં આપવા બાબતે થયેલ બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચાર લોકોએ હત્યા કરી દીધી છે.

જે અંગે મોહમ્મદ ફૈઝાન મોમીને કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના બહેનના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં સાદિક હુસૈન, રફીક હુસૈન, અને લિયાકત હુસૈન નામના વ્યક્તિઓ પણ જમણવારમાં આવેલા હતા. તે વખતે લિયાકત હુસૈને ફરિયાદીના ભાઈ નાઝીમ ઉર્ફે ઝીંગો શેખનાને લાઈનમાં જમવાનું આપ તેમ કહીને ગાળ બોલતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલ હોવાથી ફરિયાદીએ વચ્ચે પડતા તેની સાથે પણ બોલાચાલી ઝઘડો કર્યો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ ઝઘડાની અદાવત રાખીને સાદીક હુસેન, રફીક હુસેન, લિયાકત હુસેન તથા નાસીર હુસેને ભેગા મળીને ફરિયાદી જ્યારે ઓટો રિક્ષામાં કાશીમ હુસૈન તથા સાબાન હુસૈનને રિક્ષામાં બેસાડીને સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યો હતો. તે દરમિયાન એક ઓટો રીક્ષા ચાલકએ તેમની રીક્ષાને ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. જો કે તેમણે રીક્ષા ઉભી ના રાખતા આરોપીઓએ રીક્ષા પર તલવાર વડે ઘા માર્યા હતા. જેથી ત્રણેય રીક્ષામાંથી ભાગવા જતા સાહીત હુસૈન તથા લિયાકત હુસૈને તલવાર ચપ્પા તેમજ સળિયા વડે પાછળ આવીને સાબાન હુસેન તથા કાશી હુસેન અને પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન સાબાન હુસેનનું મૃત્યુ નિપજ્યું હતું.

આ પણ વાંચો: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ છઠ્ઠી અર્બન 20 બેઠકની યજમાની કરશે, CM ભૂપેન્દ્ર પટેલ U20ના પ્રતિનિધિઓને સંબોધિત કરશે 

હત્યાના બનાવ માત્ર કાલુપુર પોલીસ ચોકી નજીવા અંતરે બન્યો હતો. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલુપુર પોલીસ તાત્કાલિક એ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ બાબતેલે સાદીક હુસેન મોમીન, રફીક હુસેન મોમીન, લિયાકત હુસેન મોમીન અને નાસીર હુસેન મોમીન વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

નોંધનીય છે કે ત્રણ-ચાર દિવસ પહેલા પણ ચાર આરોપી અને મૃતક વચ્ચે જમવા લઈ બોલાચાલી થતાં સમગ્ર મામલો વટવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો પરંતુ ત્યાં સમાધાન થઈ ગયું હતું. જેની અદાવત રાખી ચાર શખ્સો ભેગા મળી જાહેર રોડ પર હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">