Ahmedabad: પૂર પહેલા પાળ બાંધવામાં લાગ્યું AMC, વરસાદ પહેલા પ્રિ મોન્સૂન પ્લાન ધોવાય નહિ માટે વિવિધ કમિટીમાં થઈ મહત્વની ચર્ચાઓ

દર વર્ષની જેમ આ વર્ષ કંટ્રોલ રૂમ પાલડી અને અન્ય 18 એમ 19 સ્થળે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. તો દરેક ઝોનમાં રેઇન ગેજ મશીન મુકવામાં આવશે.

Ahmedabad: પૂર પહેલા પાળ બાંધવામાં લાગ્યું AMC, વરસાદ પહેલા પ્રિ મોન્સૂન પ્લાન ધોવાય નહિ માટે વિવિધ કમિટીમાં થઈ મહત્વની ચર્ચાઓ
Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: May 13, 2022 | 7:13 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ખાતે આજે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી. રેવન્યુ કમિટી અને ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી (committee) ની બેઠક મળી હતી. જે ત્રણે બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા તેમજ વિવિધ મુદ્દે ચર્ચા પણ કરાઈ. જેમાં રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં પ્રિ મોન્સૂન પ્લાનનો મુદ્દો. રેવન્યુ કમિટીમાં પાછળ વર્ષમાં ટેક્સ વસુલાતમાં સિલિંગ કાર્યવાહો અને AMC ટેક્સ ખાતામાં ગેરરીતિ અંગે મુખ્ય ચર્ચા થઈ તો ટાઉન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કમિટી માં ગેરકાયદે દબાણો પર મુખ્ય ચર્ચા થઈ હતી. તેમજ કેટલાક મહત્વના પ્રજાલક્ષી નિર્ણય પણ લેવામાં આવ્યા છે.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીની મળી બેઠક મળી જે મિટિંગમાં વિવિધ મુદાની ચર્ચા થઈ

વરસાદને લઈને પુર પહેલા પાળ બાંધવા amc કામગીરીમાં લાગ્યું. જેને લઈને બેઠકમાં આજે પ્રિ મોન્સૂન પ્લાનને લઈને વિશેષ ચર્ચા થઈ. જેની અંદર 7 ઝોનમાં 54693 કેચપીટ માં પહેલા રાઉન્ડની સફાઈ પૂર્ણ થયાનું. તેમજ બીજા રાઉન્ડની સફાઈની કામગીરી ચાલુ હોવાનું કમિટીના ચેરમેન એ જણાવ્યું. તો વધુમાં તેઓએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષ કંટ્રોલ રૂમ પાલડી અને અન્ય 18 એમ 19 સ્થળે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. તો દરેક ઝોનમાં રેઇન ગેજ મશીન મુકવામાં આવશે. તો ટ્રેકટર. મજૂર. ટ્રોલી તમામ કામ ક્લિયર કરી દેવાયા હોવાનું પણ જણાવ્યું. સાથે જ અંડર પાસ બ્રિજમાં પાણી ન ભરાય તેના પર તૈયારી કરી હોવાનું પણ નિવેદન આપ્યું.

2500 થી વધારે કેમેરાથી કંટ્રોલ રૂમ પરથી નજર રાખી કામગીરી કરાશે

કમિટીના ચેરમેને એ પણ જણાવ્યું કે મોન્સૂન કંટ્રોલ રૂમ 1 જૂન થી 30 સપ્ટેમ્બર સુધી શરૂ રહેશે. જ્યાં 2500 થી વધારે કેમેરાથી કંટ્રોલ રૂમ પરથી નજર રાખી કામગીરી કરાશે. વધુ પાણી ભરાય ત્યાં વરુણ પમ્પ મુકાશે. તેમજ કંટ્રોલ રૂમ પર amc. પોલીસ. ટોરેન્ટના કર્મચારી હજાર હશે. એટલું જ નહીં પણ ભૂતકાળમાં પાણી ભરાય ત્યારે વાહન ન જઈ શકે. ઘરમાં પાણી ઘુસી જતા. કેમ્પ કરવા પડતા હતા પણ હવે તેવી પરિસ્થિતિ સર્જાતી નથી તેમ જણાવી શહેર વિકાસ કરતા હોવાનું અને લોકોની સમસ્યા દૂર થઈ રહી હોવાનું પણ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની બેઠક મળી

કમિટીમાં રિઝર્વ પ્લોટ પર દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું કમિટીના ચેરમેને જણાવ્યું. ચેરમેને વધુ માહિતી આપતા જણાવ્યું કે અગાઉ શહેરમાં 1600 કરોડ પરના દબાણો દૂર કરાયા. હાલમાં 20 પ્લોટ પરના દબાણો દૂર કર્યા. 121 કરોડ ના 20 પ્લોટ પરના દબાણો દુર કરાયા. ટીપી સ્કીમનું પણ સતત આયોજન ચાલુ.  9.12.18 મીટર ઉપરના રોડ પરના 11 કિમીના રોડ ખુલ્લા કરાયા. રોડ હોય ત્યાં દબાણો દૂર કરાયા છે. મે. જૂન અને જુલાઈ મહિનાનું ત્રણ માસનું પ્લાનિંગ અગાઉથી કરાયું છે જેથી ટ્રાફિક સમસ્યા હલ કરી શકાય.

7 ઝોનમાં ક્યાં ઝોનમાં કેટલા પ્લોટ પર દબાણ દૂર કરાયા,

ઉત્તર પશ્ચિમ ઝોનમાં 7 પ્લોટ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 24 કરોડના 3 પ્લોટ. પૂર્વ ઝોનમાં 76 કરોડનો 1 પ્લોટ. ઉત્તર ઝોનમાં 11.50 કરોડના 8 પ્લોટ અને દક્ષિણ ઝોનમાં 9 કરોડનો 1 પ્લોટ. તો પશ્ચિમ ઝોનમાં એક પ્લોટ નહિ એમ કુલ 121 કરોડમાં 20 પ્લોટ પરના દબાણો દૂર કરાયા છે.

ટેક્સ વસુલાત માટે કરાયેલી સિલિંગ કાર્યવાહી પર ચર્ચા થઈ

Amc રેવન્યુ કમિટીની બેઠક મળી જેમાં પણ વિવિધ મુદ્દે ચર્ચા થઈ. જેમાં પાછલા નાણાંકીય વર્ષમાં ટેક્સ વસુલાત માટે કરાયેલી સિલિંગ કાર્યવાહી પર ચર્ચા થઈ. જેની અંદર વર્ષ 21-22 માં 22394 કુલ મિલકત સિલ કરાઈ. સિલ કરાયેલી મિલ્કત પૈકી 13624 મિલ્કતોએ ટેક્સ ભર્યો. 5311 મિલકતોના સિલ યથાવત, 1247 મિકલતો નું ચેકીંગ બાકી. તો ટેક્સ ભર્યા વગર સિલ ખોલનાર સામે અત્યંત કડક કાર્યવાહી કરાશે તેવું કમીટી ચેરમેન જણાવ્યું. ચેરમેને વધુમાં જણાવ્યું કે આખરી કાર્યવાહી રૂપે મિલકત ની નિલામી પણ કરાશે. પ્રામાણિક કરદાતાઓને મુશ્કેલીઓ ન થાય એ જોવી અમારી જવાબદારી હોવાનું પણ કમિટી ના ચેરમેને જણાવ્યું.

ટેક્સ ખાતામાં ગેરરીતિ થતી હોવા મામલે પણ ચર્ચા

એટલું જ નહીં પણ Amc ટેક્સ ખાતામાં ગેરરીતિ થતી હોવા મામલે કમીટી ચેરમેને લખેલા પત્રનો મામલે પણ તેઓએ નિવેદન આપ્યું અને જણાવ્યું કે આજે મળેલી રેવન્યુ કમિટીમાં આ મામલે પુનઃ ગંભીર ચર્ચા થઈ છે. ઉલ્લેખનીય છે કે પાછલા મહિનામાં amc માં ટેક્સબીલ કરતા ઓછી રકમ amc જમા થવા મામલે ફરિયાદ કરાઈ હતી. જેમાં 281 ટેક્સ બીલમાં  2.25 કરોડનો નાણાંકીય તફાવત હોવાની ફરિયાદ કમિશનર ને પત્ર મારફતે કરાઈ હતી. જેની અંદર સોફ્ટવેર અથવા અન્ય ટેકનીકલ સિસ્ટમ માં ચેડાં કરીને ઘાલમેલ કરાઈ હોવાની આશંકા ખુદ રેવન્યુ કમિટી ચેરમેને વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરી જવાબદાર સામે અત્યંત કડક પગલા લેવાની માગ કરી તેમજ કમિટી ચેરમેન દોષીતો સામે અત્યંત કડક કાર્યવાહી કરવાની માંગ કરી.

શહેરમાં 100 થી વધુ રોડના રિસરફેશ અને નવા રોડ બનાવવાના કામ અટવાયા

તો રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં કોરી વેપારી ની રાજ્ય વ્યાપી હડતાળ મામલે પણ ચર્ચા થઈ. હાલમાં 10 દિવસથી કપચી ઉત્પાદકો હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે શહેરમાં 100 થી વધુ રોડના રિસરફેશ અને નવા રોડ બનાવવાના કામ અટવાયા છે. જે હડતાળને લઈને રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનનું નિવેદન આપ્યું. અને જણાવ્યું કે હડતાળ પહેલા રોજ 4 હજાર મેટ્રિક ટન કામ કરતા. તેમજ 10 મશીન કામ કરવામાં આવતું. પણ હાલમાં હડતાળને લઈને કામ પર અસર પડી છે. જેના કારણે હાલમાં 500 થી 700 ટનથી વધુ કામ કરી શકતા નથી. જે મામલે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો શરૂ હોવાનું કમિટી ચેરમેને નિવેદન આપ્યું. તેમજ જલ્દી કામ સમેટાશે અને કામ ફરી શરૂ થશે તેવી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ આશા વ્યક્ત કરી. સાથે જ ચોમાસા દરમિયાન સમસ્યા ન રજય માટે ચોમાસા પહેલા કામ પૂર્ણ થશે તેવી આશા પણ કમિટીના ચરમેને વ્યક્ત કરી.

હાલ તો વિવિધ મુદ્દે કમિટીમાં ચર્ચા થઈ. પણ જોવાનું એ રહે છે કે amc તેના વાયદા અમે ખાતરી પર ક્યારેખરી ઉતરે છે. અને ચોમાસામાં શહેરીજનોને પડતી સમસ્યા દૂર થાય છે કે કેમ અને દિવસે ને દિવસે વકરતી ટ્રાફિક સમસ્યા પણ હલ થાય છે કે કેમ. કે પછી શહેરની પરિસ્થિતિ જેસી થે વેસી રહે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">