Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ઓલીમ્પીકસ- 2036 માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં યોજાનારા 2036 ઓલિમ્પિક્સની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી
HM Amit Shah Review Preparation Of Olympics 2036
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 15, 2023 | 9:24 PM

આગામી ઓલીમ્પીકસ 2036 ના યજમાન બનવાની ગુજરાતે પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ અંગેની ઉચ્ચસ્તરીય બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે ઓલીમ્પીકસ- 2036 માં જે રમતો સમાવિષ્ટ છે તેના આયોજન માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લેનારા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં આંતરરાષ્ટ્રીય સ્તરની માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ સ્પોર્ટ્સ એન્કલેવમાં સમયબદ્ધ રીતે જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાનું કાર્ય આયોજન હાથ ધરવામાં આવે તેવા દિશા નિર્દેશ પણ કેન્દ્રીય ગૃહ મંત્રીએ આપ્યા હતા . કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં ઓલીમ્પીકસ 2036ની રમતો માટેના જે સ્થળો આઇડેન્ટીફાય રાજ્ય સરકારે કરેલા છે.

ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું

ત્યાં પણ જરૂરી સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલીમ્પીકસના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે આ બેઠક અગાઉની યોજાયેલી પ્રથમ બેઠકમાં થયેલા સુચનો અંગ જે કામગીરી આગળ વધી રહીછે તેની પણ સમીક્ષા કરી હતી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમિત શાહે રાજ્ય સરકાર દ્વારા જે કાર્ય આયોજનો થાય તેની સમીક્ષા સમયાંતરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી કરે તેવું સૂચન પણ કર્યુ હતું. આગામી ઓલિમ્પિક્સ ગુજરાતમાં ભવ્ય રીતે આયોજિત થાય તે માટેની વિસ્તૃત વ્યૂહ રચનાની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ પણ  વાંચો : Video : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બોર મહોત્સવ ઉજવાયો, ભગવાનને કરાયો વિશેષ શણગાર

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ બેઠક પૂર્વે નારણપુરા સ્પોર્ટ્સ સંકુલની પણ મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો કર્યા હતા. મુખ્ય સચિવ પંકજ કુમાર, શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ કુમાર, રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્ચિની કુમારે આ બેઠકમાં ભાગ લઈ પૂરક વિગતો આપી હતી ઓલીમ્પીકસ-2036 માટે ગુજરાતની તૈયારીઓ અંગેનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">