Gujarat Video: અમેરિકા જવા નિકળેલા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, વિદેશ મંત્રાલય પર ગુજરાત હાઈકોર્ટ નારાજ

Gujarat Video: અમેરિકા જવા નિકળેલા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, વિદેશ મંત્રાલય પર ગુજરાત હાઈકોર્ટ નારાજ

| Edited By: | Updated on: Oct 21, 2023 | 2:23 PM

હાઈકોર્ટ વિદેશ મંત્રાલયના જવાબને જોઈ નારાજ થતા વેધક સવાલ કર્યા હતા. વિદેશ મંત્રાયલની પત્ર લખવાની તપાસ કાર્યવાહીના જવાબથી નારાજગી વ્યક્ત કરી છે. માત્ર પત્ર લખવાથી કેવી રીતે કામ થશે એવા સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે વેધક સવાલો વિદેશ મંત્રાલયને કરતા કહ્યુ કે, જ્યાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતા હોય એવા વિસ્તારમાં શોધખોળ કરી કે કેમ, કેટલા ડિટેન્શન સેન્ટર પર તપાસ કરી છે?

ગુજરાતના 9 લોકો અમેરિકા જવા માટે ગત જાન્યુઆરી માસમાં નિકળ્યા હતા. જેઓ ગુજરાતથી નિકળ્યા બાદ 4 ફેબ્રુઆરીથી તેમની સાથે તેમના પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક થઈ શકતો નથી. જેને લઈ તેમના પરિવારે ગત જુલાઈ માસમાં આખરે પોલીસ ફરિયાદ એજન્ટો વિરુદ્ધ નોંધાવી હતી. સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકે સૌ પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ મહેસાણામાં પણ એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ હતી.  બાદમાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં હવે હાઈકોર્ટે ગૂમ 9 ગુજરાતીઓને લઈ વિદેશ મંત્રાલયની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ  મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ

9 માસથી કોઈ જ ભાળ ગૂમ લોકોની નહીં મળવાને લઈ પરિવારજનો ચિંતીત છે, ત્યાં વિદેશ મંત્રાલયે માત્ર પત્રવ્યવહાર આ મામલામાં કર્યો છે. જેના આધારે કોઈ ભાળ નહીં મળવાનો જવાબ રજૂ કર્યો છે. હાઈકોર્ટ વિદેશ મંત્રાયલની આ પ્રકારની તપાસ કાર્યવાહીના જવાબથી નારાજગી વ્યક્ત કરી છે. માત્ર પત્ર લખવાથી કેવી રીતે કામ થશે એવા સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે વેધક સવાલો વિદેશ મંત્રાલયને કરતા કહ્યુ કે, જ્યાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતા હોય એવા વિસ્તારમાં શોધખોળ કરી કે કેમ, કેટલા ડિટેન્શન સેન્ટર પર તપાસ કરી છે? એવા સવાલો કર્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 02:19 PM