Ahmedabad: હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદુષણ મામલે કર્યો વચગાળાનો હુકમ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીના પ્રદુષણ મામલે વચગાળાનો હુકમ કર્યો છે. GIDCને પણ હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદુષણ મામલે પાર્ટી બનાવવા આદેશ કર્યો છે.

Ahmedabad: હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદુષણ મામલે કર્યો વચગાળાનો હુકમ
Gujarat High Court
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Sep 30, 2021 | 10:17 PM

સાબરમતી નદીમાં (sabarmati river) પ્રદુષણને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) સુઓમોટો સુનાવણી હાથ ધરી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા સાબરમતી નદીના પ્રદુષણ (Pollution of Sabarmati river) મામલે વચગાળાનો હુકમ બહાર પાડયો છે.

હાઈકોર્ટે આદેશમાં ટાંકયું છે. જેમાં જણાવ્યું છે કે આપણા જળાશયોને સાચવવાની જવાબદારી શહેરી નાગરિકોની પણ છે. આ સાથે જ જણાવ્યું છે કે ગુજરાતની પ્રત્યેક નદીઓમાં પ્રદુષણ રોકવાની જવાબદારી નાગરિકોની છે. જળાશયો અને નદીઓની જાળવણી જરૂરી છે કે કારણ કે એનાથી આપણું અસ્તિત્વ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દુર્લક્ષ થવાને કારણે આજે આ પ્રકારની અલાર્મિંગ સ્થિતિ ઉદ્ભવી છે. હાઈકોર્ટ દ્વારા ગઠિત જોઈન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા મુદ્દાઓ સૂચવવામાં આવ્યા છે જેનો હાઈકોર્ટના આદેશમાં ઉલ્લેખ કર્યો છે. હાંસોલથી વૌઠા સુધી સાબરમતી નદીની જવાબદારી ટાસ્ક ફોર્સ સંભાળશે. ટાસ્ક ફોર્સ દર પહેલા અને બીજા અઠવાડિયે વરસાદ બાદ સાબરમતી નદીની મુલાકાત કરશે.

આ સાથે AMCની જવાબદારી નક્કી કરવામાં આવી છે. જે ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર રીતે પ્રદુષણ ફેલાવે છે, એમને રોકવા અને યોગ્ય કાર્યવાહી કરવી છે. જીપીસીબી દ્વારા ઓનલાઈન એફલૂએન્ટ મોનીટરીંગ સિસ્ટમ થકી નજર રાખવામાં આવશે. ટ્રાફિક પોલીસને પણ સૂચના અપાઈ છે કે કેમિકલ ટેન્કર જે ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરે એમનું ચેકીંગ કરવું.

જે પણ કોઈ ઔદ્યોગિક એકમો ગેરકાયદેસર રીતે નુકસાનકારક કેમિકલ ડિસ્ચાર્જ કરતા હોય એમના કનેક્શન સીલ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે પી.એચ. માપવાની કામગીરી કરવાની રહેશે. એક મહિનામાં AMC દ્વારા બધા જ એવા ડિસ્ચાર્જ થતા પોઇન્ટ્સને આઈડેન્ટિફાઈ કરવા હતા. એક મહિનામાં જીપીસીબી દ્વારા વેસ્ટ વોટરનું ક્વોલિટી ચેક કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દેશમાં 18 વર્ષથી ઉપરના 25 ટકા લોકોને અપાઈ ગયા કોરોના વેક્સિનના બંને ડોઝ, આ 6 રાજ્યોમાં દરેકને મળી ગયો પહેલો ડોઝ

આ પણ વાંચો :આ દેશના પૂર્વ રાષ્ટ્રપતિને ચૂંટણીમાં ગેરકાયદેસર નાણા વાપરવા બદલ કોર્ટ ફટકારી 1 વર્ષની સજા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">