Ahmedabad : હેલ્થ વિભાગે ફરસાણના વેપારીઓના ત્યાં તપાસ હાથ ધરી, એક નું એક તેલ તળવામાં વપરાતા દુકાન સીલ કરી

અમદાવાદમાં એકનું એક તળેલું તેલ પ્રખ્યાત એવા દાસ મોન્ટુભાઈ ખમણમાં વાપરવામાં આવતું હતું.જ્યારે તેમના માલિકને આ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લાં તલ્લાં કરતા નજરે પડ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Aug 07, 2022 | 12:00 AM

અમદાવાદ(Ahmedabad)   શહેરમાં શ્રાવણ મહિના દરમ્યાન ફરસાણના વેપારીઓના ત્યાં  એક ના એક  તેલમાં તળેલી વાનગીઓ વેચવામાં આવતી ફરીયાદના આધારે હેલ્થ વિભાગે(Health Department)  તપાસ હાથ ધરી છે. જેમાં આજે  કોર્પોરેશન ઓફિસની સામે આવેલા દાસ ખમણની દુકાનમાં તપાસ કરતા વધુ TPC એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ 25થી નીચે હોવું જોઈએ પરંતુ દાસ મોન્ટુભાઈ ખમણમાં જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ટીપીસી 50થી પણ વધુ સામે આવ્યું હતું. જેના પગલે દુકાનને સીલ કરવામાં આવી છે.

શ્રાવણ મહિનો એટલે ફરસાણના વેપારીઓ માટે કમાણીનો મહિનો છે. જો કે આ મહિનામાં તેઓ અઢળક કમાણી કરી લેતા હોય છે પરંતુ તેઓ ગ્રાહકોના સ્વાસ્થ્યનું જરા પણ નથી વિચારતા. જયારે એકનું એક તળેલું તેલ પ્રખ્યાત એવા દાસ મોન્ટુભાઈ ખમણમાં વાપરવામાં આવતું હતું.જ્યારે તેમના માલિકને આ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લાં તલ્લાં કરતા નજરે પડ્યા હતા. આ સ્થળે હેલ્થ વિભાગે તપાસ હાથ ધરી હતી અને દુકાનને સીલ કરી હતી.

કોઈપણ વાનગી તેલમાં બેથી ત્રણ વખત તળી શકાય છે. પરંતુ જો સતત એક જ તેલમાં વાનગી તળાય તો તે ઝેર બની જાય છે. સામાન્ય રીતે કોઈપણ વાનગી તળતા પહેલા તેલનું TPC એટલે કે ટોટલ પોલાર કાઉન્ટ 25થી નીચે હોવું જોઈએ પરંતુ દાસ મોન્ટુભાઈ ખમણમાં જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે ટીપીસી 50થી પણ વધુ સામે આવ્યું હતું. ફરસાણના દરેક વેપારી ખરાબ નથી હોતા પરંતુ કેટલાક વેપારીઓની દાનત માત્ર રૂપિયા રળી લેવાની હોય છે અને એના માટે તેઓ ગ્રાહકોના જીવને પણ જોખમમાં મુકતા ડરતા નથી આવા ફરસાણના વેપારીઓ પાસેથી મીઠાઈ તો ન જ ખરીદવી જોઈએ પરંતુ કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati