Ahmedabad : ચીનની 5G ટેક્નોલોજીને ટક્કર આપશે GTU, વિકસાવશે સ્વદેશી 5જી એન્ટેના

Ahmedabad : સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા આપશે. જેમાં 5 થી 10 સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

Ahmedabad : ચીનની 5G ટેક્નોલોજીને ટક્કર આપશે GTU, વિકસાવશે સ્વદેશી 5જી એન્ટેના
ચીનની 5G ટેક્નોલોજીને ટક્કર આપશે GTU, વિકસાવશે સ્વદેશી 5જી એન્ટેના
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Jun 13, 2021 | 1:48 PM

Ahmedabad : ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. ત્યારે સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા આપશે. જીટીયુ(GTU) લાર્જ એરીયા કવર કરતાં 5જી એન્ટેના વિકસાવશે. જેનાથી કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાશે. જેમાં 5 થી 10 સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5G) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવશે. જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ઈન્ટરનેટની સ્પીડ વધવાની સાથે ટેકનોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે..

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ટેક્નોલોજી વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વની જરૂરીયાત છે. સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડૉ. ગૌતમ મકવાણાને આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 22 લાખથી વધુની ગ્રાન્ટ મળી છે. ગૌતમ મકવાણાના જણાવ્યા અનુસાર જીટીયુ ખાતે સુપર કોમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. 5જી એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. આ ઉપરાંત 1 થી 10 ગીગા બીટની સ્પિડથી 500 થી 1000 ટેરાબાઈટ ડેટાનું આદાન પ્રદાન પણ કરી શકાશે.

આઈઓટી આધારીત ડિવાઈસને 5જીથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગીક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી અને સત્વરે થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે. એટલે કે 5 થી 10 મીલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.4જીમાં આ સમયગાળો 20 થી 40 સેકન્ડનો છે.જ્યારે 5જી એન્ટેનાને કારણે 10 થી 30 ગીગાબીટ ડેટા ટ્રાન્સફ સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. એટલે કે 4જીની તુલનામાં 5G આવતાં સ્પીડમાં 100 ગણો વધારો થશે.

વધુમાં જણાવતાં તેમણે કહ્યું કે તેમના દ્વારા વિકસાવામાં આવતાં 5જી એન્ટેનામાં 5જી સહિત 3જી , 4જી અને વાઈફાય જેવી અન્ય ટેક્નોલોજી પણ કાર્યરત રહી શકશે. ઉપરાંત ભવિષ્યમાં 6જીને પણ આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે. અન્ય એન્ટેનામાં બધી દિશામાં 1 જ ફ્રિકવન્સી પર રેડિએશન આપે છે, જ્યારે ડૉ. મકવાણા દ્વારા વિકસાવવામાં આવતાં 5જી એન્ટેના અલગ- અલગ દિશામાં જુદી – જુદી ફ્રિકવન્સી પર રેડિએશન મેળવી શકશે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">