Ahmedabad : ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા 300 ટકા ફી વધારાની કરાઇ માગ, વર્ષ 2017 બાદ ફી ન વધારાતા સંચાલકો આકરા પાણીએ

ગુજરાતની 700થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ (Granted school) કે જે વિદ્યાર્થીઓની ફી પર નભે છે, એ શાળાઓએ ફીમાં 300 ટકા સુધીનો વધારો માગ્યો છે. 2017માં FRC બની ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફી પ્રતિ વિદ્યાર્થી નિર્ધારિત કરાઈ હતી. જો કે એ બાદ વધારો ના થતા શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયમકને પત્ર લખી ફીમાં વધારો માગ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં 300 ટકા સુધીનો ફી વધારો આપવાની માગ શાળા સંચાલક મહામંડળે કરી છે.

Ahmedabad : ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા 300 ટકા ફી વધારાની કરાઇ માગ, વર્ષ 2017 બાદ ફી ન વધારાતા સંચાલકો આકરા પાણીએ
| Edited By: | Updated on: Oct 27, 2023 | 9:26 AM

Ahmedabad : ગુજરાતની 700થી વધુ ગ્રાન્ટેડ શાળાઓ (Granted school) કે જે વિદ્યાર્થીઓની ફી પર નભે છે, એ શાળાઓએ ફીમાં 300 ટકા સુધીનો વધારો માગ્યો છે. 2017માં FRC બની ત્યારે ફી વિકલ્પવાળી શાળાઓની ફી પ્રતિ વિદ્યાર્થી નિર્ધારિત કરાઈ હતી. જો કે એ બાદ વધારો ના થતા શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયમકને પત્ર લખી ફીમાં વધારો માગ્યો છે.

આ પણ વાંચો-Ahmedabad Breaking News : પ્રજાલક્ષી વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારી તંત્રની લચર વૃતિ સામે ગુજરાત હાઈકોર્ટ આકરાપાણીએ, તમામ પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરને તેડાવ્યા

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફી વિકલ્પવાળી શાળાઓની ફીમાં 300 ટકા સુધીનો ફી વધારો આપવાની માગ શાળા સંચાલક મહામંડળે કરી છે. શાળા સંચાલક મહામંડળે શિક્ષણ નિયામકને પત્ર લખી ફી વિકલ્પવાળી શાળાઓને પ્રતિમાસ વિદ્યાર્થીઓ પાસેથી પ્રાપ્ત થતી ફીમાં વધારો કરવાની માગ કરાઈ છે. ગ્રાન્ટેડ શાળાઓ પૈકી રાજ્યની 700 શાળાઓ એવી છે કે જે નિભાવ ખર્ચના બદલે સીધીરીતે વિદ્યાર્થીઓ પાસેથી પ્રતિમાસ 60 થી 95 રૂપિયા ફી લે છે.

ધોરણ 9ના પ્રતિમાસ 60 રૂપિયા, ધોરણ 10ના 70 રૂપિયા ફી, ધોરણ 11ની 80 જ્યારે ધોરણ 12ની વિદ્યાર્થીદીઠ પ્રતિમાસ 95 રૂપિયા ફી લેવામાં આવે છે. જેને ફી વિકલ્પવાળી શાળાઓ તરીકે ઓળખવામાં આવે છે. આવી શાળાઓને 2017 બાદ ફી વધારો આપવામાં નથી આવ્યો. 2017ના ઠરાવ મુજબ આ શાળાઓને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થી દીઠ પ્રતિમાસ 60 થી 95 રૂપિયા ફી નિર્ધારિત કરાઈ હતી. જેમાં 6 વર્ષ બાદ પણ કોઈ વધારો ના કરાયો હોવાથી 60 રૂપિયાની પ્રતિમાસ ફીમાં 250 જ્યારે ધોરણ 12ની ફી જે હાલ 95 રૂપિયા છે. એમાં વધારો કરી 400 રૂપિયા કરી આપવા માગ કરાઈ છે.

ખાનગી શાળાઓને ફી વધારો તો ગ્રાન્ટેડને કેમ નહીં?-મંડળ

2017માં ફી રેગ્યુલેશન કમિટી અમલમાં આવ્યા બાદ ખાનગી શાળાઓ સાથે ફી વિકલ્પ વાળી શાળાઓની પણ ફી નિર્ધારિત કરવામાં આવી હતી. જે મુજબ વિદ્યાર્થીઓ પાસેથી ફી લેતી શાળાઓએ પ્રતિમાસ વિદ્યાર્થીદીઠ 60 થી 95 રૂપિયા નક્કી કર્યા હતા. જેમાં નીચે મુજબ વધારો કરવા માગ કરવામાં આવી છે.

  • ધોરણ 9ના પ્રતિમાસ 60 થી વધારો કરી 250 રૂપિયા
  • ધોરણ 10ના 70 રૂપિયા ફી થી વધારી 300
  • ધોરણ 11ની હાલની 80 રૂપિયાથી વધારો કરી 350
  • ધોરણ 12ની વિદ્યાર્થીદીઠ પ્રતિમાસ 95 રૂપિયા ફીમાં વધારો કરી 400 રૂપિયા કરવા માગ કરાઈ

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં નિભાવ ગ્રાન્ટના સ્લેબ સુધારવાની સાથે રાજ્યમાં ચાલતી ફી વિકલ્પ શાળાઓની ફીમાં પણ વધારો કરવાની જરૂરત છે. 2017ના ઠરાવ બાદ આજે સાત વર્ષનો સમયગાળો ચાલી રહ્યો છે, ત્યારે દર વર્ષે 7 ટકા ફી વધારો ગણવામાં આવે તો પણ વર્તમાન ફીમાં અંદાજે 50% નો ફી વધારો આપોઆપ માળવા પાત્ર થાય છે. જો ખાનગી શાળાઓને વધારો આપવામાં આવતો હોય તો ગ્રાન્ટેડ શાળાઓને કેમ નહીં?

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો