Ahmedabad : જીસીસીઆઇની ચૂંટણી 20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાવાની શક્યતા

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની માસિક કારોબારીમાં અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંગળવાર સુધી ચૂંટણી અધિકારીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ની ચૂંટણી(Election)  20 થી 25 સપ્ટેમ્બર વચ્ચે યોજાઇ શકે છે. જેમાં ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ(GCCI)ની માસિક કારોબારીમાં અધિકારીની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મંગળવાર સુધી ચૂંટણી અધિકારીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. આ પૂર્વે કોરોના ગાઈડ લાઇનના પગલે GCCIની EGM પણ મોકૂફ રખાઈ હતી. તેમજ હાલ પણ 400 થી વધારે વ્યક્તિ એકઠા ન કરવાની ગાઇડ લાઇન્સને કારણે ચૂંટણી યોજવાને લઈને અસમંજસ છે. આ ચૂંટણીમાં GCCIના 3500 સભ્યો મતદાન કરશે.

આ પણ વાંચો : 

આ પણ વાંચો :

Click on your DTH Provider to Add TV9 Gujarati