Ahmedabad: પહેલા પત્નીને ખુરશી સાથે બાંધી માર્યો ઢોર માર અને બાદમાં ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ, પોલીસે આરોપીની કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદ શહેરમાં પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યા છે કે, પતિ એ ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસ ના ઘા માર્યા હતા.

Ahmedabad: પહેલા પત્નીને ખુરશી સાથે બાંધી માર્યો ઢોર માર અને બાદમાં ગળું દબાવી કર્યો હત્યાનો પ્રયાસ, પોલીસે આરોપીની કરી ધરપકડ
બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલ આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 24, 2021 | 4:13 PM

Ahmedabad: અમદાવાદ શહેરમાં પતિની હેવાનિયત સામે આવી છે. પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આક્ષેપ કર્યા છે કે, પતિ એ ખુરશી સાથે બાંધી માર માર્યો અને ગુપ્ત ભાગે ડિસમિસ ના ઘા માર્યા હતા. તેટલામાં ઓછું ન હોય તેમ પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ધરપકડ કરી છે.

બોપલ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ લોકેન્દ્ર ભંડારી છે. જે અમદાવાદ અને બેંગ્લોરમાં સ્પા સેન્ટરનું વ્યવસાય સાથે જોડાયેલો છે. લોકેન્દ્ર વિરુદ્ધ તેની જ પત્નીએ શારીરિક-માનસિક ત્રાસ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો છે. પરણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પતિ લોકેન્દ્રના અન્ય યુવતીઓ સાથે પ્રેમ પ્રકરણ હતા. અને તેનો વિરોધ નોંધાવતા પત્ની ને ખુરશી સાથે બાંધી માર મારવામાં આવ્યો. સાથે જ ગુપ્ત ભાગે ઇજા પણ પહોંચાડી હતી. પરણિતા જ્યારે સુતી હતી ત્યારે ઓશિકા વડે મોં દબાવી હત્યાના પ્રયાસની કોશિશ કરી હતી. જે અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

પરણિત મહિલાએ આક્ષેપ કર્યો છે કે 16 વર્ષ પહેલા તેના લગ્ન લોકેન્દ્ર સાથે થયા હતા. પરંતુ સ્પાના વ્યવસાયમાં જોડાયા બાદ અન્ય સ્ત્રીઓ સાથે તેના સંબંધો અંગે જાણ થઈ હતી. હદ તો ત્યારે થઇ કે જ્યારે પતિ એ જ અન્ય ત્રણ સ્ત્રીઓના ફોટા મોકલી પત્ની પાસે અભિપ્રાય માંગ્યો કે આમાંથી કઈ સ્ત્રી સારી છે. જેનો વિરોધ કરતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, અને તે ઝઘડો હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો. જોકે હવે આરોપી પોલીસની ગીરફ્તમાં પોતાની પત્ની પર આક્ષેપ કરી રહ્યો છે. જોકે તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બોપલ પોલીસે શારીરિક-માનસિક ત્રાસ, હત્યાના પ્રયાસ અને દહેજ પ્રતિબંધિત અધિનિયમ ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત ફરિયાદીના મેડીકલ પરીક્ષણ કરાવી આરોપી વિરુદ્ધ સાયન્ટિફિક પુરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે. સાથે જ ફરિયાદીએ લગાવેલા આક્ષેપો સાચા છે કે, ખોટા તે જાણવા પરિવારજનો અને પાડોશીના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: સિવિલ IKDRC માં 12 વર્ષની બાળકીને મળ્યું નવજીવન, સરકારના આ કાર્યક્રમોથી ફ્રીમાં થયું કિડનીનું પ્રત્યારોપણ

આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">