AHMEDABAD : સૌ-પ્રથમ ઋત્વિજ પટેલે પરીક્ષા રદ થવા મામલે ટ્વીટ કર્યું, ભૂલ સમજાઇ એટલે તાત્કાલિક ટ્વીટ ડિલીટ કર્યું

AHMEDABAD : આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા બાદ ધોરણ-12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે શિક્ષણમંત્રી જાહેરાત કરે તેના પહેલાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.

AHMEDABAD : સૌ-પ્રથમ ઋત્વિજ પટેલે પરીક્ષા રદ થવા મામલે ટ્વીટ કર્યું, ભૂલ સમજાઇ એટલે તાત્કાલિક ટ્વીટ ડિલીટ કર્યું
ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ
Follow Us:
| Updated on: Jun 02, 2021 | 5:44 PM

AHMEDABAD : મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CBSEની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનના નિર્ણય બાદમાં ગઈકાલ રાતથી જ ગુજરાતનું શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ રાજયમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને રદ કરવાને લઇને નિર્ણય કરી રહ્યા હતા.

ત્યારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં પણ ચર્ચા બાદ ધોરણ-12ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે શિક્ષણમંત્રી જાહેરાત કરે તેના પહેલાં ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દીધી હતી.

ઋત્વિજ પટેલનું ટ્વીટ , શિક્ષણમંત્રીની જાહેરાત પહેલા ટ્વીટ

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મારી ગેરસમજ થઈ હતી : ઋત્વિજ પટેલ આ અંગે ઋત્વિજ પટેલે એક પ્રસિદ્ધ અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અંગે મેં ટીવી ચેનલમાં જોયું હતું. એટલે મારી ગેરસમજ થઈ છે. આ એક ન્યૂઝ ચેનલનું ટ્વીટ છે, વિવાદ ન થાય એટલે મેં ટ્વીટ ડિલિટ કરી દીધું છે.

ઋત્વિજ પટેલે પરીક્ષા રદ થવા બાબતે સૌ-પ્રથમ ટ્વીટ કર્યું હતું. ત્યાર બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી, જોકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પત્રકાર પરિષદને સંબોધન શરૂ કરતાં જ ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કર્યું હતું.

ઋત્વિજ પટેલને પરીક્ષા રદ થવા બાબતે કેવી રીતે જાણ થઈ ? રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ધોરણ-12ની પરીક્ષા રદ કરવા અંગે ચર્ચા થઇ અને બેઠક બાદ પરીક્ષા રદ કરવાની જાહેરાત થઇ હતી. ત્યારે કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે ઋત્વિજ પટેલને કેવી રીતે જાણ થઈ તે એક મોટો સવાલ છે. આ નિર્ણયની જાણ માત્ર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ સચિવોને જ હતી, પરંતુ ઋત્વિજ પટેલને કેવી રીતે આ અંગે માહિતી મળી ? અને, અતિઉત્સાહમાં આવી ટ્વીટ પણ કરી દીધું.

સરકાર પહેલાં જાહેરાત કરી દીધી, CM-શિક્ષણમંત્રીનો આભાર માન્યો ઋત્વિજ પટેલે ટ્વીટમાં જણાવ્યું છે કે કોરોનાના વર્તમાન સંજોગો પ્રમાણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલતા દાખવી, રાજ્ય સરકાર દ્વારા ધોરણ-12 બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો તેમણે ટ્વીટમાં આભાર પણ માન્યો છે. જોકે આ મુદ્દે વિવાદ થતાં અત્યારે ડો.ઋત્વિજ પટેલે ટ્વીટ ડિલિટ કર્યું છે. જેથી વિવાદ વકરે તે પહેલા જ મામલો શાંત પડી ગયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">