Ahmedabad : વિશ્વમાં પ્રથમ કિસ્સો, 165 કિલો વજન ધરાવતી મહિલા દર્દીની સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ

|

Aug 24, 2022 | 6:42 PM

અમદાવાદ(Ahmedabad)  ખાતે ખાનગી હોસ્પિટલમાં 165 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર ડૉક્ટર અને ટીમ દ્વારા બંને ઘુંટણની સફળ ની રિપ્લેસમેન્ટ(Knee Replacement)  સર્જરી કરવામાં આવી છે.

Ahmedabad : વિશ્વમાં પ્રથમ કિસ્સો, 165 કિલો વજન ધરાવતી મહિલા દર્દીની સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ
Ahmedabad Hospital Knee Surgery

Follow us on

અમદાવાદ(Ahmedabad)  ખાતે ખાનગી હોસ્પિટલમાં 165 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર ડૉક્ટર અને ટીમ દ્વારા બંને ઘુંટણની સફળ ની રિપ્લેસમેન્ટ(Knee Replacement)  સર્જરી કરવામાં આવી છે. સામિયા અહેમદ નામની મહિલા સુદાનની રાજધાની ખાર્ટુમના રહેવાસી છે અને તેમના પતિ એક બિઝનેસમેન છે, જ્યારે તેમનો એક પુત્ર અને પુત્રી ડોક્ટર છે. તેમનો એક પુત્ર ઇજિપ્તમાં મેડિકલનો અભ્યાસ કરે છે. 2005માં તેમને હાથીપગાની બીમારી થઈ હતી. આ બીમારીમાં મચ્છર કરડવાથી વ્યક્તિના હાથ અને પગમાં અસાધારણ સોજો આવી જાય છે. તેના કારણે તેમનું વજન ઝડપથી વધવા લાગ્યું. આપણા ઘુંટણના સાંધા અને થાપાના સાંધા પર આખા શરીરનું વજન આવે છે. સ્થુળકાય વ્યક્તિના ઘુંટણ અને થાપા વધારે દબાણ સહન કરે છે. તેથી સ્થુળકાય લોકોમાં ની ઓસ્ટીયોઆર્થરાઈટિસ (ઘૂંટણના સાંધાનો આર્થરાઇટિસ) થવાની શક્યતા વધી જાય છે.

હલનચલન કરવામાં પણ ઘુંટણમાં અસહ્ય પીડા થતી હતી

સામિયા અહેમદને તેમના પગમાં અગાઉ બે વખત ફ્રેક્ચર પણ થયા હતા. 2012માં તેમને જમણા પગમાં 3જા ટિબિયા બોન (ઘુંટીથી ઉપરનું હાડકું) માં ફ્રેક્ચર થયું હતું જ્યારે 2015માં પ્રોક્સિમલ ટિબિયા (ઘુંટણથી સહેજ નીચેનું હાડકું)માં ફ્રેક્ચર થયું હતું. ભૂતકાળમાં તેમણે આ માટે પાંચ ઓર્થોપેડિક સર્જરીઓ કરાવી હતી. તેમાંથી બે સર્જરી સુદાનમાં, એક યુએઈમાં અને એક સર્જરી ઇજિપ્તમાં કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી તેઓ પથારીવશ હતા અને સહેજ હલનચલન કરવામાં પણ ઘુંટણમાં અસહ્ય પીડા થતી હતી. આ કેસ એટલા માટે અનોખો છે કારણ કે આ મહિલાને ટ્રોમા અને તીવ્ર સ્થુળતાનો ઇતિહાસ રહ્યો છે. જેના કારણે ઘુંટણના સાંધા તીવ્ર આર્થરાઈટિક છે.

ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી તેઓ ચાલી શકશે

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સર્જનોની ટીમે આ કેસ વિશે વિગતવાર વાત કરી હતી. આ અંગે ડોક્ટરે તેમણે કહ્યું કે, “લોકો કહે છે કે વજનદાર લોકોમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવી ન જોઈએ. આ ખોટી વાત છે. અમે 2010માં જોધપુરના એક 162 કિલો વજનના દર્દી પર બંને પગમાં સર્જરી કરી હતી. હાલમાં તેઓ 83 વર્ષના છે અને કોઈ તકલીફ નથી. સામિયા અહેમદ પર કરવામાં આવેલી સર્જરી પણ સફળ રહી છે. હવે તેઓ આરામથી ચાલી શકશે. તેમના લોહીનું પરિભ્રમણ થવાના કારણે હાથીપગામાં પણ રાહત મળશે. સ્થુળતા અને ઘુંટણનું ઓસ્ટીયોઆર્થરાઇટિસ બહુ હેરાન કરે છે. ની રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી તેઓ ચાલી શકશે અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે. તેના કારણે દર્દીના આરોગ્યને ઘણો ફાયદો થશે.”

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

ઇમ્પ્લાન્ટ બહુ જુના થઈ જાય ત્યારે તે હાડકાંમાં ભળી જાય છે

આ કેસને સમજાવતા ડોક્ટરે કહ્યું કે, “આ મહિલાના વધારે પડતા વજનના કારણે ઘુંટણ પર અત્યંત પ્રેશર આવતું હતું જેના કારણે સ્ટીયોઆર્થરાઇટિસની સ્થિતિ વકરી હતી. આ ઉપરાંત તેમને ભૂતકાળમાં બંને પગમાં ફ્રેક્ચર થયેલા હતા તેથી તેમનો કેસ વધારે જટિલ હતો. અગાઉની સર્જરી વખતે તેમના હાડકામાં પ્લેટ અને ઇમ્પ્લાન્ટ નાખવામાં આવ્યા હતા. જ્યારે આ ઇમ્પ્લાન્ટ બહુ જુના થઈ જાય ત્યારે તે હાડકાંમાં ભળી જાય છે અને તેને દૂર કરવા બહુ મુશ્કેલ હોય છે. આ ઉપરાંત અમે આ સર્જરીમાં ઓછામાં ઓછી વાઢકાપ કરવા માંગતા હતા અને તેથી સ્પેશિયલ રિસરફેસિંગ ટિબિયલ બેઝ પ્લેટ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ કર્યો હતો. તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે.

ભારતમાં તેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો

જ્યારે પ્રોક્સિમલ ટિબિયાને અગાઉની સર્જરીના ઇમ્પ્લાન્ટ નડતા હોય છે. આ ઇમ્પ્લાન્ટ અમારા યુએસએ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદિત છે. ભારતમાં તેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે. સામાન્ય ટોટલ ની રિપ્લેસમેન્ટ ઇમ્પ્લાન્ટમાં તેને ફિક્સ કરવા માટે કિલ્સનો ઉપયોગ થાય છે પરંતુ આ સ્પેશિયલ ટિબિયલ બેઝ પ્લેટ કિલ વગરની હોય છે. આ ઇમ્પ્લાન્ટનું ઉત્પાદન શેલ્બી એડવાન્સ ટેક્નોલોજીસ દ્વારા કરવામાં આવ્યું છે અને ભારતમાં તેનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો છે.

 

Published On - 6:41 pm, Wed, 24 August 22

Next Article