AHMEDABAD : નારોલમાં મૂર્તિકાર પર ફાયરીંગ, બે દિવસ પહેલા મળી હતી ધમકી

AHMEDABAD : નારોલમાં મૂર્તિકાર પર ફાયરીંગ, બે દિવસ પહેલા મળી હતી ધમકી
AHMEDABAD : Firing on a sculptor in Narol, threatened two days ago

ફાયરીંગની આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા CCTV કેમેરામાં કે થઈ છે. ઘટના ઘટી ત્યારે મૂર્તિકાર સહિત પાંચ લોકો મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Jul 27, 2021 | 6:30 AM

AHMEDABAD : અમદાવાદના નારોલ વિસ્તારમાં ફાયર ની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. 23 તારીખે મળેલી ધમકીને કારણે અનુરૂપ મૂર્તિકારે ફરિયાદ નોંધાવી હતી. મૂર્તિકાર ને હતું કે કોઈ મજાક મસ્તી કરી રહ્યું છે પરંતુ ગઈકાલે 26 જુલાઈએ સાંજના 8:30 કલાકે ત્રણ બાઈક સવારો તેમના કારખાને આવે છે તેમાંના એક વ્યક્તિએ બાઈક પર ઉતરીને મૂર્તિકાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ફાયરીંગની આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા CCTV કેમેરામાં કે થઈ છે. ઘટના ઘટી ત્યારે મૂર્તિકાર સહિત પાંચ લોકો મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા હતા. મૂર્તિકારને સામાન્ય ઇજા થઇ છે અને તેણે બનાવેલી મૂર્તિ પણ ખંડિત થઈ છે. હાલ નારોલ પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati