Ahmedabad: છઠ્ઠ પૂજાની ઉજવણીના પગલે 25 ઓક્ટોબરે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

ઉત્તર ભારતમાં(North India) છઠ્ઠ પૂજાની(Chhath Puja)ઉજવણીના પગલે રાજ્યમાંથી મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધા માટે પશ્ચિમ રેલવેએ(Western Railway)અમદાવાદ-પટના-નડિયાદ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad: છઠ્ઠ પૂજાની ઉજવણીના પગલે 25 ઓક્ટોબરે અમદાવાદ અને પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
Ahmedabad Patna ExpressImage Credit source: File Image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Oct 23, 2022 | 7:21 PM

ઉત્તર ભારતમાં(North India) છઠ્ઠ પૂજાની(Chhath Puja)ઉજવણીના પગલે રાજ્યમાંથી મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધા માટે પશ્ચિમ રેલવેએ(Western Railway)અમદાવાદ-પટના-નડિયાદ વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 2 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નંબર 09463 અમદાવાદ-પટના અને ટ્રેન નંબર 09464 પટના-નડિયાદની બે ટ્રીપ્સ ટ્રેન નંબર 09463 અમદાવાદ-પટના સ્પેશિયલ 25 ઓક્ટોબર 2022 ના રોજ અમદાવાદથી 16.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.15 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09464 પટના – નડિયાદ સ્પેશિયલ 27 ઑક્ટોબર, 2022 ના રોજ 06.00 કલાકે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 10.15 કલાકે નડિયાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ અને પંડિત દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી 01, એસી 3 ટાયર 01, સ્લીપર ક્લાસ 08 અને જનરલ ક્લાસ ના 12 કોચ હશે.ટ્રેન નંબર 09463 માટે બુકિંગ 24 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.

ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના અને ટ્રેન નંબર 09462 પટના -નડિયાદ [04 ટ્રીપ્સ]

ટ્રેન નંબર 09461 અમદાવાદ-પટના સ્પેશિયલ ગુરુવાર, 27 ઓક્ટોબર 2022 અને 3 નવેમ્બર 2022ના રોજ અમદાવાદથી 19.25 કલાકે ઉપડશે અને શનિવારે 00.30 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09462 પટના – નડિયાદ સ્પેશિયલ 29 ઑક્ટોબર, 2022 અને 5 નવેમ્બર, 2022ના રોજ 06.00 કલાકે પટનાથી ઉપડશે અને બીજા દિવસે 10.15 કલાકે નડિયાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં છાયાપુરી, રતલામ, કોટા, આગ્રા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ, પ્રયાગરાજ અને પં. દીન દયાલ ઉપાધ્યાય સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ટ્રેન નંબર 09461 માટે બુકિંગ 23 ઓક્ટોબર, 2022થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

દિવાળીના(Diwali 2022)  તહેવારોમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે અને ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે. તેમજ અનેક ટ્રેનોને લંબાવવાનો અને અનેક ટ્રેનોના સ્ટોપેજ પણ વધારવાનો નિર્ણય લીધો છે. જેમાં પશ્ચિમ રેલવેએ(Western Railways)  મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની કુલ 16 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો આ મુજબ છે.

• ટ્રેન નંબર 09425/09426 અમદાવાદ-અમૃતસર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 06 ટ્રીપ)

ટ્રેન નંબર 09425 અમદાવાદ – અમૃતસર સ્પેશિયલ અમદાવાદથી 24 ઓક્ટોબરથી 07 નવેમ્બર 2022 સુધી દર સોમવારે અમદાવાદથી 21:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:20 કલાકે અમૃતસર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09426 અમૃતસર – અમદાવાદ સ્પેશિયલ 26 ઓક્ટોબરથી 09 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમૃતસરથી 02:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, દિલ્હી સફદરજંગ, અંબાલા કેન્ટ અને ચંદીગઢ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ રહેશે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">