Ahmedabad : કાપડના વેપારી પાસે 10 લાખની ખંડણી માંગી જાનથી મારવાની ધમકી આપનાર ખંડણીખોરની ધરપકડ

અમદાવાદમાં કાપડના વેપારીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે.

Ahmedabad : કાપડના વેપારી પાસે 10 લાખની ખંડણી માંગી જાનથી મારવાની ધમકી આપનાર ખંડણીખોરની ધરપકડ
Ahmedabad Extortionist Arrest
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Feb 05, 2023 | 4:30 PM

અમદાવાદમાં કાપડના વેપારીને 10 લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ખંડણીખોરની પોલીસે ધરપકડ કરી છે. જેમાં આરોપી થોડા દિવસ અગાઉ જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો અને ફરી એક વખત ગંભીર ગુનાને અંજામ આપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ સખત કાર્યવાહી હાથ ધરી છે.

કૃષ્ણનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ખંડણી ખોર વિરુદ્ધ ફરિયાદ કરી

આ ઓડિયો ક્લિપ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા નારાયણ સિંહ રોહિત નામના કાપડના વેપારીને સોશિયલ મીડિયાના મારફતે એટલે કે વોટ્સએપ માં એક ઓડિયો ક્લિપ રેકોર્ડ કરી ધમકી આપવામાં આવી હતી. આ આરોપી શાહ આલમ શેખે ધમકી આપી હતી કે, સાત દિવસમાં 10 લાખ રૂપિયા આપો નહીં તો પરિવારને જાનથી મારી નાખીશ. જે ધમકી મળતા વેપારીએ કૃષ્ણનગર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને ખંડણી ખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

જેલમાંથી છૂટા બાદ તેને વેપારીને ધમકી આપી હતી

કૃષ્ણનગર પોલીસને ધમકી આપતી ઓડિયો ક્લિપ મળતા આરોપી શાહ આલમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી વટવા વિસ્તારથી મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો.. ઉપરાંત તેની તપાસ કરતા હકીકત સામે આવી કે તાજેતરમાં જ મણીનગરમાં હોટલના કર્મચારી પર હુમલો કરી લૂંટ ચલાવવાના ગુનામાં તેની ધરપકડ થઈ હતી અને જેલમાંથી છૂટા બાદ તેને વેપારીને ધમકી આપી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પોલીસે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોધી ધરપકડની કાર્યવાહી કરી

પોલીસ તપાસમાં એ હકીકત પણ સામે આવી કે ફરિયાદી આરોપીના ભાઈ સાથે કાપડનો વેપાર કરતા હતા. પરંતુ આરોપીની વર્તણૂક અયોગ્ય હોવાથી તેની સાથે કોઈ વ્યવહાર ફરિયાદીએ કર્યો ન હતો. જેનો બદલો લેવા માટે ફરિયાદીને ધમકી આપી રૂપિયા પડાવવાની કોશિશ કરવામાં આવી. જેથી પોલીસે ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોધી ધરપકડની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો : Gujarati Video : પાલનપુરમાં 108 કુંડી સહસ્ત્રચંડી યજ્ઞનો ત્રીજો દિવસ, બે દિવસમાં અંદાજે 5 લાખ શ્રદ્ધાળુએ કર્યા મા અર્બુદાના દર્શન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">