Ahmedabad : પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર, SIT કરશે સઘન પૂછતાછ

ગુજરાતમાં વર્ષ 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોને લગતા વિવિધ કેસોમાં બનાવટી પુરાવાના કેસમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ભૂમિકાની તપાસ કરવા ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે.

Ahmedabad : પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર, SIT કરશે સઘન પૂછતાછ
Ex-IPS Sanjiv Bhatt 7-day police remand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 10:59 PM

અમદાવાદ (Ahmedabad) ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2002ના ગોધરાકાંડ પછીના રમખાણોને લગતા વિવિધ કેસોમાં બનાવટી પુરાવાના કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટને(Sanjiv Bhatt)અદાલતે 20 જુલાઈ સુધી સાત દિવસની પોલીસ કસ્ટડીમાં(Police Remand)મોકલ્યા છે. જેમાં આ કેસની તપાસ માટેરચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 14 દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. 2002ના ગોધરા પછીના રમખાણોને લગતા વિવિધ કેસોમાં બનાવટી પુરાવાના કેસમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ભૂમિકાની તપાસ કરવા ગુજરાત સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે.

આરોપીની કસ્ટોડિયલ ઇન્ટરોગેશન કરવી જરૂરી

આ સમગ્ર કેસમાં ખોટા દસ્તાવેજ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે. જેની SIT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે કોર્ટમાં સરકારી વકીલની દલિલ હતી કે. ખોટા પુરાવા રચવા માટે સંજીવ ભટ્ટ, આર.બી શ્રી કુમારે કાવતરું રચ્યુ હતુ. એસઆઇટીએ આ કેસની યોગ્ય તપાસ કરી હતી.તેમજ સંજીવ ભટ્ટે ખોટા પુરાવા ઉભા કર્યા.ત્યારે આ વ્યક્તિ રાજકીય નેતાઓ સાથે સંપર્કમાં હતા. તો કોના નિર્દેશથી આવા ખોટા પુરાવાઓ ઉભા કર્યા અને ઇ-મેઈલ કર્યા છે માટે. આ આરોપીની કસ્ટોડિયલ ઇન્ટરોગેશન કરવી જરૂરી છે.

બનાસકાંઠાની જેલમાં સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટની   ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ

ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમદાવાદ   ક્રાઇમ બ્રાંચે  પૂર્વ આઇપીએસ અધિકારી અને બનાસકાંઠાની જેલમાં સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટની   ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી હતી. સંજીવ ભટ્ટ પર ફંડની હેરાફેરી અને ખોટા દસ્તાવેજને લઈને ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં પહેલા આર.બી શ્રીકુમાર અને તિસ્તા સેતલવાડની ધરપકડ થઈ ચૂકી છે. ગુજરાતમાં વર્ષ 2002 રમખાણો બાદ સરકારને બદનામ કરવામાં કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ, પૂર્વ ડીઆઇજી શ્રી કુમાર અને પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારની  જામીન અરજીની સુનવણી 15 જુલાઇના  રોજ

તીસ્તા સેતલવાડ વિરુદ્ધ નોંધાયેલા ગુનામાં મેટ્રો કોર્ટેએ તીસ્તા સેતલવાડ અને શ્રી કુમારના એક જુલાઈ સુધીના રિમાન્ડ મંજુર કરાયા હતા જ્યારે  છ દિવસના પોલીસ રિમાન્ડ પૂરા થયા બાદ 2 જુલાઈના રોજ  કોર્ટ દ્વારા બંનેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેમજ  તેમની જામીન અરજીની સુનવણી 15 જુલાઇના રોજ હાથ ધરવામાં આવશે.  જેમાં પૂર્વ IPS શ્રી કુમાર અને તીસ્તા સેતલવાડ પર અલગ-અલગ જગ્યા પર ખોટા દસ્તાવેજો રજૂ કરવાનો આરોપ છે. તેમજ ખોટા દસ્તાવેજો રજૂ કરી અલગ-અલગ કમિશનમાં આપવાનો આરોપ છે.. આ સાથે NGO મારફતે વિદેશી ભંડોળ મેળવવાનો પણ આરોપ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">