અમદાવાદ: સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી પડતુ મુકી કર્યો આપઘાત, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ

Ahmedabad: સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર અને SDM રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ ન મળતા રહસ્ય વધુ ઘેરુ બન્યુ છે. તો પરિવારજનોએ પણ આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો આરોપ લગાવ્યો છે.

અમદાવાદ: સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી પડતુ મુકી કર્યો આપઘાત, પરિવારે લગાવ્યો હત્યાનો આરોપ
Sanand Deputy Collector
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 22, 2022 | 7:12 PM

અમદાવાદના સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર પટેલે પાંચમાં માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચૂંટણી પહેલા જ પ્રાંત અધિકારીની આત્મહત્યાથી સનસનાટી મચી ગઈ છે. આ તરફ પરિવારે આત્મહત્યા નહીં પરંતુ હત્યાને આક્ષેપ કર્યો છે. આ વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર પાસેથી મળેલી શંકાસ્પદ પેન ડ્રાઈવ અને દસ્તાવેજને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક ડેપ્યુટી કલેક્ટર ડિપ્રેશનમાં હતા કે કામનુ ભારણ વધુ રહેતુ હતુ કે કોઈ અંગત કારણોસર તેમણે આ પ્રકારનું આત્મઘાતી પગલુ ભર્યુ તે દરેક પાંસાઓને આવરી લઈ પોલીસ તપાસ કરી રહી છે.

મૃતક પાસેથી નથી મળી કોઈ સુસાઈડ નોટ, માત્ર પેન ડ્રાઈવ મળી આવી

સાણંદમાં આવેલી નિર્મિત ફ્લોરા સોસાયટીના પાંચમા મળેથી કોઈ વ્યક્તિએ નીચે પડી આત્મહત્યા કરી હોવાની વિગત સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. સોસાયટીનું મેનેજમેન્ટ કરી રહેલા રાજેન્દ્રસિંહ વાઘેલાએ સુસાઈડ કરનાર વ્યક્તિ અંગે તપાસ કરતા તેમના ખિસ્સામાંથી આઈકાર્ડ મળી આવ્યું હતું. તેઓ સાણંદ ડેપ્યુટી કલેકટર અને SDM રાજેન્દ્ર પટેલ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો અને આપઘાતની તપાસ માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા તો ઘરે લોક હતું.

પરિવારજનોએ લગાવ્યો હત્યાનો આરોપ

સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. પરંતુ બે મોબાઈલ અને એક પેન્ડ્રાઈવ મળી આવી છે સાથે જ તેઓ ઇડરના વતની હોવાનું અને રાજેન્દ્ર પટેલ 15 દિવસ અગાઉ જ નિર્મિત ફ્લોરા ફ્લેટમાં રહેવા આવ્યા હોવાની વિગત તપાસમાં મળી હતી. જ્યારે તેમનું પીએમ ચાલી રહ્યું હતું ત્યારે તેમણે આપઘાત નહિ પણ કોઈએ તેમને ધક્કો મારી હત્યા કરી હોવાનો આક્ષેપ તેમના પરિવારજનોએ કર્યો છે કારણ કે ડેપ્યુટી કલેકટર રાજેન્દ્ર પટેલ ચૂંટણીને લઈને મોડી રાત સુધી કામ કર્યું હતું. રાજેન્દ્ર પટેલએ સવારે 9 વાગે ડ્રાઇવરને ઓફિસ જવા માટે ફોન કરીને બોલાવ્યો હતો અને ગણતરીની મીનીટોમાં તેઓ ધાબા પરથી પડતું મૂકીને આપઘાત કેવી રીતે કરે ? રાજેન્દ્ર પટેલ ઓફિસ જવા માટે તૈયાર થઈને બેઠા હતા. તેમના બે મોબાઇલ, ખિસ્સામાં પેન અને એક પેન ડ્રાઇવ મળી આવી. તેમની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરીને પરિવારે ન્યાયિક અને તટસ્થ તપાસની માંગ કરી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

SDM ડિપ્રેશનમાં રહેતા હોવાની ચર્ચા

ડેપ્યુટી કલેકટર અને SDM રાજેન્દ્ર પટેલ 2011 ની બેન્ચમાં મામલતદાર હતા. અગાઉ તે પાલનપુરમાં SDM હતા. છેલ્લા ઘણા વર્ષોથી અંબાજી મંદિરના વહીવટદાર હતા. ચૂંટણીલક્ષી બદલીમાં તેમની બદલી સાણંદ પ્રાંત અધિકારી તરીકે થઈ હતી. તેઓને 2 દીકરી અને એક દીકરો છે. તેમનો પરિવાર પાલનપુર રહે છે. જ્યારે બદલી બાદ તેઓ એકલા સાણંદ રહેવા આવી ગયા હતા. રાજેન્દ્ર પટેલ ડિપ્રેશનમાં રહેતા હોવાની ચર્ચા થઈ રહી છે. પરંતુ ડિપ્રેશન નું કારણ શું હતુ? રાત દિવસ ચૂંટણીના કામનું ભારણ કે કોઈ નું દબાણ હતું તે હાલ માત્ર સવાલો જ છે. તેમની પાસેથી સ્યુસાઇડ નોટ મળી નથી પરંતુ 2 પેન ડ્રાઈવ મળી છે. આ પેન ડ્રાઈવ માં શું છે. SDM પર કોઈ કામને લઈને દબાણ હતું કે પછી પારિવારિક તણાવ હતો. આ તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી તેમનો આખો પરિવાર અને પરિચિત લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે આ રીતનું પગલું ભર્યું હોઇ શકે કારણકે ખૂબ સારા અધિકારી તરીકે તેમની ઓળખ હતી.

SDM ના ચકચારી આપઘાત કેસમાં પોલીસે પેનલ ડોકટરની મદદથી વીડિયોગ્રાફી સાથે પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. આ ઉપરાંત FSLની મદદથી ઘટના સ્થળે તપાસ શરૂ કરી છે. આ હત્યા છે કે આત્મહત્યા એ તો પીએમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">