અમદાવાદઃ ઓછા પરિણામ ધરાવતી શાળાઓને લઈ બોર્ડ પરીક્ષા સુધી અભ્યાસ ચાલુ રખાશે, DEOનો આદેશ
અમદાવાદની 30 ટકાથી ઓછુ પરિણામ લાવનાર શાળાઓનુ પરિણામ સુધારવા માટે શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ કમર કસી છે. ઓછા પરિણામ વાળી શાળાના તમામ વિદ્યાર્થીઓને પ્રશ્નબેંકનો મહાવરો કરાવવા માટે સુચના આપવામા આવી છે.. અમદાવાદ શહેરમાં 600 સ્કુલો આવેલી છે જે પૈકી 66 જેટલી સ્કુલોનુ પરિણામ 30 ટકાથી ઓછુ હતું.

અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલ 600 પૈકી 66 શાળાઓ એવી છે કે જેનું 2023 બોર્ડ પરીક્ષામાં પરિણામ 30 ટકા કરતા ઓછું આવ્યું હતું. ઓછા પરિણામ વાળી શાળાઓના પરિણામમાં સુધારો આવે એવા પ્રયત્નો સમગ્ર રાજ્યમાં થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર DEO એ તો પરિપત્ર કરી દીધો છે.
વિદ્યાર્થીઓનુ પરિણામ કેવી રીતે સુધારી શકાય તે માટે પરિપત્ર કરવામા આવ્યો છે.. ડીઇઓ દ્વારા હાલમાં જ 15 જેટલા વિષયોની પ્રશ્ન બેંક તૈયાર કરવામા આવી છે. જેનુ વાંચન લેખન કરવાથી પરિણામ સુધરી શકે છે. જેથી ઓછુ પરિણામ લાવનાર તમામ સ્કુલનુ પરિણામ સુધારવા માટે વિદ્યાર્થીઓને પ્રશ્ન બેંકનો મહાવરો કરાવવા આદેશ કરવામા આવ્યો છે.
ઓછા પરિણામ વાળી 66 પૈકી 55 ગ્રાન્ટેડ શાળાઓ
બોર્ડની પરિક્ષાના સમય સુધી તમામ વિદ્યાર્થીઓ સ્કુલમાં હાજરી આપે તે સુનિશ્ચિત કરવા માટે પણ એજ્યુકેશન ઓફિસરને સ્કુલોમાં સમયાંતરે મુલાકાત કરીને માર્ગદર્શન આપવા જણાવવામા આવ્યુ છે. ઓછા પરિણામ વાળી શાળાઓને લઈ શિક્ષણ વિભાગ ચિંતિત હોય છે. ત્યારે અમદાવાદની તો 55 ગ્રાન્ટેડ શાળાઓના પરિણામ ઓછા છે. ત્યારે એમાં સુધારો થાય એ જરૂરી બન્યું છે.
આ પણ વાંચોઃ PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે, નવા પરિરૂપ મુજબના 15 વિષયના પ્રશ્નબેંક તૈયાર કરવામાં આવ્યા છે. ઓછા પરિણામ વાળી શાળાઓ તેના વિદ્યાર્થીઓને લેખિત માં મહાવારો કરાવે તો પરિણામ સુધરી શકે એવી અમને આશા છે. અમદાવાદની 66 ઓછા પરિણામ વાળી શાળાઓ પૈકી 55 ગ્રાન્ટેડ અને 11 સેલ્ફ ફાઇનાન્સ શાળા છે. પરિપત્રમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે કે, આવી શાળાઓ બોર્ડ પરીક્ષા સુધી વિદ્યાર્થીઓને બોલાવી મહેનત કરાવે.