Ahmedabad : રાજનગર મિલના કર્મચારીઓના કલેક્ટર ઓફિસમાં દેખાવો

અસારવામાં આવેલ રાજનગર મિલના કર્મચારીઓએ આજે કલેકટર ઓફિસ ખાતે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અને જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા.જેમાં 500 જેટલા કાયમી મજૂરોને છુટા કર્યાનો આક્ષેપ છે.

Ahmedabad : રાજનગર મિલના કર્મચારીઓના કલેક્ટર ઓફિસમાં દેખાવો
Demonstration in Rajnagar Mill employees' collector's office
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 17, 2021 | 1:21 PM

Ahmedabad : અસારવામાં આવેલ રાજનગર મિલના કર્મચારીઓએ આજે કલેકટર ઓફિસ ખાતે દેખાવો કરી વિરોધ નોંધાવ્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અને જાણ કર્યા વગર છુટા કરી દેવામાં આવ્યા.જેમાં 500 જેટલા કાયમી મજૂરોને છુટા કર્યાનો આક્ષેપ છે.

જે મજૂરોને છુટા કરતા ઘર કેવી રીતે ચલાવું બાળકોને કેવી રીતે ભણાવવા તેનાથી ચિંતિત મજૂરો આજે કલેકટર ઓફિસ પહોંચ્યા. જ્યાં તેઓએ બહાર દેખાવો કરી કલેકટરને રજુઆત કરી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ સહિત 24 જેટલી બ્રાન્ચ બંધ કર્યાના કર્મચારીઓના આક્ષેપ. જેનાથી હજારો કર્મચારીઓને અસર પડયાના આક્ષેપ છે. અને તેમાં પર કાયમી અને બિન કાયમી કર્મચારીઓએ પગાર દ્રષ્ટિએ સરખા તારવવામાં આવે છે. તે નવું થવું જોઈએ અને સરખું વેતન મળવું જોઈએ તેવી પણ કર્મચારિયોની માંગ રહી.

નારાજ કર્મચારીઓએ સરકાર અને પિયુષ ગોયેલ વિરુદ્ધ નારા લગાવી વિરોધ નોંધાવ્યો. તેમજ બંધ મિલ શરૂ કરવા માંગ કરી.

કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 5 વર્ષ પહેલા મિલ બંધ કરાઈ હતી. જ્યારે આંદોલન કરતા મિલ શરૂ થઈ હતી. જે બાદ કોરોનામાં મિલ બંધ પડી. કોરોના સમયે મિલ બંધ હતી જે 3 મહિનાનું રો મટીરીયલ પડ્યું હોવાથી શરૂ કરી.

બાદમાં રો મટીરીયલ નથી એટલે મિલ બંધ કરી રહ્યાં છે તેવી જાણ સાથે મિલ બંધ કર્યાના કર્મચારી ઓના આક્ષેપ. તો કોરોનાના કપરા સમય વચ્ચે કર્મચારિયોને છુટા કરતા નારાજ કર્મચારીઓ માટે જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેની સામે કર્મચારીઓએ મિલ ફરી શરૂ કરવા માંગ કરી. સાથે જ જો મિલ શરૂ નહીં થાય તો આંદોલન કરવાની પણ ચીમકી કર્મચારીઓ એ ઉચ્ચારી છે.

આ પણ વાંચો : Maharashtra : કોવિડ-19ના નવા 4,145 કેસ સામે આવ્યા, છેલ્લા 24 કલાકમાં 100 દર્દીના મોત

આ પણ વાંચો : Gold Price Today : સોનુ ફરી મોંઘુ થઇ રહ્યું છે , જાણો આજના દુબઈ સહીત દેશ વિદેશના સોનાના ભાવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">