Ahmedabad : ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ટેસ્ટની કીટ વસાવી, રથયાત્રા દરમ્યાન અનેક વિસ્તારોમાં લોકોનું ટેસ્ટિંગ કરાશે

અમદાવાદ (Ahmedabad) એસઓજી ક્રાઇમના ડીસીપી જયરાજસિંહ વાળા કહેવું છે કે આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે.તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રાયોગિક  ધોરણે ડ્રગ્સનો નશો કરનાર શંકાસ્પદ વ્યક્તિને ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવશે

Ahmedabad : ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ ટેસ્ટની કીટ વસાવી, રથયાત્રા દરમ્યાન અનેક વિસ્તારોમાં લોકોનું ટેસ્ટિંગ કરાશે
Ahmedabad Police Drugs Testing Kit
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 22, 2022 | 10:53 PM

અમદાવાદ(Ahmedabad) એસઓજી ક્રાઇમ બ્રાન્ચે(Crime Branch)ડ્રગ્સ એનલિટિક ટેસ્ટની(Drugs Testing Kit)ખાસ પ્રકારની કીટ વસાવી છે.જેના આધારે ડ્રગ્સ લીધેલા વ્યક્તિનો ટેસ્ટ કરી ગણતરીની મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં અને લીધું છે તો ક્યાં પ્રકારનું ડ્રગ્સ લીધું છે તેની માહિતી મેળવી શકાશે.અત્યાર સુધીમાં આલ્કોહોલિક ટેસ્ટ માટેની કીટ શહેર પોલીસ પાસે હતી પરંતુ હવે ડ્રગ્સના ટેસ્ટિંગની સૌ પ્રથમ કીટ અમદાવાદ એસઓજી ક્રાઇમ લાવી છે.

રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કરાશે

આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ પ્રથમ વખત ગુજરાત પોલીસમાં ઉપયોગ લેવાઈ રહી છે..જે અમદાવાદ ક્રાઇમ એસ.ઓ.જી દ્વારા 35 જેટલી કીટ લાવવામાં આવી છે.જોકે આગામી રથયાત્રામાં ઘણાંખરાં વિસ્તારોમાં આ ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ વડે ડ્રગ્સ લીધેલા હોવાની શંકા ના આધારે વ્યક્તિઓની ચકાસણી કરાશે.માત્ર 10 થી 15 જ મિનિટમાં આ કીટ વડે ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં અને બાદમાં આ કીટ વડે લીધેલા સેમ્પલને એફ.એસ.એલ માં મોકલી આપવામાં પણ આવશે.આ કિટની જો કિંમતની વાત કરવામાં આવે તો તેનો ભાવ 450 રૂપિયા છે અને એક જ વખત ઉપયોગમાં લઇ શકાય તે મુજબની આ કીટ છે.

ટેસ્ટિંગ કીટ થકી પોલીસ  વ્યક્તિએ  નશો કર્યો કે નહિ તે જાણી શકશે

એસઓજી ક્રાઇમના ડીસીપી જયરાજસિંહ વાળા કહેવું છે કે આ કીટ દ્વારા ડ્રગ્સનો નશો કરનારા પર અંકુશ મેળવવામાં આવશે.તાજેતરમાં રથયાત્રાના રુટ પર પ્રાયોગિક  ધોરણે ડ્રગ્સનો નશો કરનાર શંકાસ્પદ વ્યક્તિને ચેક કરવાની કીટનો ઉપયોગ કરવામાં આવશે.ત્યારબાદ શહેરના ડ્રગ્સના હોટસ્પોટ એરિયામાં આ કીટ દ્વારા રોજ શંકાસ્પદ વ્યક્તિઓનું ટેસ્ટિંગ કરવામાં આવશે.આ ટેસ્ટિંગ કીટ થકી પોલીસને જો કોઈ વ્યક્તિ નશો લીધેલી હાલતમાં જણાશે તો સૌ પ્રથમ તે વ્યક્તિનું કાઉનસલિંગ કરવામાં આવશે સાથે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં યોજાનારી આગામી રથયાત્રામાં ડ્રગ્સ કીટ વડે શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરાશે. તેમજ રથયાત્રા દરમ્યાન શાહપુર, દરિયાપુર, ખાનપુર સહિતના વિસ્તારોમાં તેનું ટેસ્ટિંગ કરાશે. ત્યાર બાદ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની માહિતી મેળવવા સરળતા રહેશે અને ડ્રગ્સ વેચનાર સુધી પહોંચી શકાશે. તેમજ જે લોકો ડ્રગ્સનો નશો કરે છે  તેમની સરળતાથી ઓળખ થઈ શકશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">