Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે 421.16 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે શખસોને ઝડપી પાડ્યા

ચાર દિવસ પહેલાં પણ GMDC ગ્રાઉન્ડ નજીકથી MD ડ્રગ્સનો નશો કરતી યુવતીને 4 ગ્રામના ડ્રગ્સના (Drugs) જથ્થા સાથે ઝડપી લેવાઇ હતી. જુહાપુરાના ડ્રગ્સ પેડલર પાસેથી યુવતીએ ડ્રગ્સની ખરીદી કરી હતી. આ યુવતી ડ્રગ્સનું સેવન કરવાની સાથે વેચાણ પણ કરતી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2022 | 11:22 AM

રાજ્યમાં ડ્રગ્સ પકડાવા માટે સરકાર દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવાઈ રહી છે જેમાં ડ્રગ્સ (Drugs) પકડાવાની ઘટનાઓ વારંવાર બનતી રહી છે જે અંતર્ગત આજે અમદાવાદ (Ahmedabad) માં ફરી MD ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અંધજન મંડળ પાસેથી 42 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસ (Police) આ શખશો પાસેથી 421.16 ગ્રામ મેફેડ્રોન અને 3 મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડાહ્યાલાલ પાટીદાર અને મોહનલાલ પાટીદાર નામના રાજસ્થાનના યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બંનેને ડ્રગ્સ આપનાર લખનસિંગ નામના યુવકની ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

ચાર દિવસ પહેલાં પણ GMDC ગ્રાઉન્ડ નજીકથી MD ડ્રગ્સનો નશો કરતી યુવતીને 4 ગ્રામના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવાઇ હતી. જુહાપુરાના ડ્રગ્સ પેડલર પાસેથી યુવતીએ ડ્રગ્સની ખરીદી કરી હતી. આ યુવતી ડ્રગ્સનું સેવન કરવાની સાથે વેચાણ પણ કરતી હતી. વસ્ત્રાપુર પોલીસે યુવતીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી હતી.

આ યુવતી ચાંદખેડાની રહેવાસી છે. છેલ્લા 6 માસથી ડ્રગ્સનો નશો કરી રહી હતી. મૂળ કાશ્મીરની યુવતીએ અમદાવાદના યુવક સાથે લગ્ન કર્યા હતા. હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઇલમાં જીવવા યુવતી ડ્રગ્સના રવાડે ચઢી. અને ડ્રગ્સનો ખર્ચ ઉઠવવા ડ્રગ્સની પેડલર પણ બની. યુવતી જુહાપુરા અને જમાલપુરના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સની ખરીદી કરતી હતી. અને તેનું વેચાણ કરતી હતી. આ યુવતી પોતાના મિત્રો સાથે પણ ડ્રગ્સની પાર્ટી કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે.

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">