અમદાવાદ શહેરમાં નામચીન દયાવાન માતા તથા અલ્તાફ બાસીના જુગારના અડ્ડા ધમધમી રહ્યા હતા. જ્યાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી 19 જુગારીઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેના આધારે રખિયાલમાં આવેલી ડોક્ટર કનુભાઈની ચાલીમાં દરોડા પાડીને ચાલીમાં આવેલા એક મકાનમાંથી 19 જુગારીઓની ધરપકડ કરી હતી.
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પરથી ફિરોઝખાન પઠાણ, જીતેન્દ્રભાઈ ઉર્ફે ડાહ્યો વાઘેલા, ભરત પરમાર, કનુભાઈ ગઢવી, યુનુસ ઉર્ફે બાબા શેખ, બીપીન ચંદ્રકાંત શાહ, ઇરફાન હુસેન અન્સારી, ડાહ્યાભાઈ બારો, જીતેન્દ્રભાઈ પટેલ, મુર્તુઝા શેખ, ફિરોજ વોરા, ઉમેશ ચૌહાણ, સાજીદ અલી સૈયદ, વિનોદ સોનકર, સતાર વોરા, યાસીનમિયા શેખ, મુસ્તાક શેખ, અશ્વિન ઠક્કર અને જગદીશ ઉર્ફે દિપક પટેલની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે રેડ કરી જુગાર અડ્ડા પરથી 82 હજાર રોકડ રકમ, 235 કોઈન, 5 મોબાઈલ ફોન અને અન્ય ચીજ વસ્તુઓ મળીને 1 લાખ 14 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જુગારના અડ્ડા પર કોઈનથી જુગાર રમતા હતા. જુગાર રમવા આવે તેને પૈસા આપીને કોઈન આપવામાં આવતા હતા.હાલ તો ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ મામલે જુગારનો અડ્ડો ચલાવનાર વોન્ટેડ ખુરશીદ અહેમદ ઉર્ફે દયાવાન માતા પઠાણ, અલ્તાફખાન ઉર્ફે બાસી પઠાણ ચલાવતા હોવાનું અને આ જુગારના અડ્ડા ઉપર તેના માણસ તરીકે ફિરોઝ ખાન પઠાણ, જીતેન્દ્ર વાઘેલા, ભરત પરમાર અને કનુ ગઢવીને નોકરી પર રાખ્યા હોવાનું તેમજ આ જુગારના અડ્ડામાંથી પૈસા ઉઘરાવવામાં આવતી રકમ આસિફ ખાન પઠાણ સવાર સાંજ આવીને લઈ જતો હોવાનું સામે આવ્યું છે..જેથી આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
વોન્ટેડ કુખ્યાત અલ્તાફખાન ઉર્ફે બાસી પઠાણ અને ખુરશીદ અહેમદ ઉર્ફે દયાવાનમાતા પઠાણ દ્વારા જુગારધામ છેલ્લા એક મહિનાથી ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જુગારનો અડ્ડો ચાલતો હતો..ત્યારે વોન્ટેડ અલ્તાફ બાસી અનેક પોલીસ અધિકારીઓનો માનીતો બાતમીદાર છે.જે ગેરકાયદે જુગાર ચલાવતો હોવાનું ધ્યાન હોવા છતાં સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી ન હતી.
આ પણ વાંચો : Amul ના ચેરમેનપદે શામળ પટેલ અને વાઇસ ચેરમેનપદે વલમજી હુંબલ સર્વાનુમતે ચૂંટાયા