અમદાવાદની SVP હોસ્પિટલમા ખર્ચ ઘટાડવાના પ્રયત્નો, કોંગ્રેસે લગાવ્યો ગેરવહીવટનો આક્ષેપ

કોંગ્રેસના MLA ગ્યાસુદ્દીન શેખે હોસ્પીટલના સત્તાધીશો પર આક્ષેપો કર્યા છે કે, અઘિકારીઓ એજન્સીઓને ફાયદો કરાવવા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:35 PM

અમદાવાદની(Ahmedabad)SVP હોસ્પિટલમા ખર્ચ ઘટાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. SVP હોસ્પિટલમાં ખર્ચની સામે આવક નહિવત હોવાની વાતનો અધિકારીઓએ સ્વીકાર કર્યો છે. ત્યારે હોસ્પિટલોનો ખર્ચ ધટાડવા સેન્ટ્રલ AC બિલ્ડિંગમા મોટા ભાગની જગ્યા પર AC બંધ કરી પંખા ચલાવવમાં આવી રહ્યા છે. ICU,OT અને રેડિયોલોજી સિવાય મોટાભાગના વિભાગોમાં AC બંઘ કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ જરુર કરતા વધારે સ્ટાફને કારણે નિભાવ ખર્ચ વધુ છે.

107 દર્દીઓ સામે SVP હોસ્પિટલમા અંદાજે 5000 થી વધુનો સ્ટાફ કાર્યરત છે.તો આ તરફ અમદાવાદના કોંગ્રેસ(Congress)ના MLA ગ્યાસુદ્દીન શેખે(Gyasuddin Shaikh)હોસ્પીટલના સત્તાધીશો પર આક્ષેપો કર્યા છે કે, અઘિકારીઓ એજન્સીઓને ફાયદો કરાવવા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને જેથી આજે આંતરરાષ્ટ્રીય હોસ્પિટલની આવી સ્થિતિ સર્જાઈ છે.

કોરોના સમયે પણ સ્ટાફને લઈને Svp હોસ્પીટલ હતી વિવાદ રહી છે. જેમાં દર્દીઓ ન હોવા છતા એજન્સીઓને ફાયદો કરાવી આપવા નોધપાત્ર વધુ કર્મચારી રખાયા હતા. જેના લીધે દર્દીઓ ઓછા અને સ્ટાફ કર્મીઓ વધુ હોવા બાબતે વિવાદ ઉભો થયો હતો.

જ્યારે બીજી તરફ હાલ SVP હોસ્પિટલ કર્મચારી છુટા કરવાના મામલે બીજા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો હતો. જેમાં 500થી વધુ સ્ટાફ ને છૂટા કરવામા આવ્યા છે. તેમજ હાલ SVP મા દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ અનેક ગણો વધારે છે. તેમજ SVP મા દર્દી દાખલ ન થતા ખર્ચની સામે આવકમા નોધપાત્ર ધટાડો થયો છે. તેથી ખર્ચ ઘટાડવા કોન્ટ્રાક્ટ પરના માણસો ઓછા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ  વાંચો : ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીએ પાટણમાં પદ છોડવા અંગે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  દેવભૂમિ દ્વારકામાંથી નોન વેજની લારીઓ દૂર કરવા શારદાપીઠના નારાયણનંદજીની માંગ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">