Ahmedabad કોર્પોરેશન હવે પ્રોફેશનલ ટેક્સ નહિ ભરનારા લોકોને પણ નોટિસ ફટકારશે

અમદાવાદ શહેરમાં 2 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી એવી છે જેઓ પ્રોફેશનલ કરદાતા તરીકે નોંધણી ધરાવતા નથી. જો આવા કરદાતાઓને પણ આવરી લેવામાં આવે તો કોર્પોરેશનની આવકમાં વર્ષે રૂ. 25 થી 30 કરોડનો વધારો થઇ શકે છે.

Ahmedabad કોર્પોરેશન હવે પ્રોફેશનલ ટેક્સ નહિ ભરનારા લોકોને પણ નોટિસ ફટકારશે
Ahmedabad Corporation will now also issue notices to those who do not pay professional tax
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 25, 2021 | 9:36 PM

અમદાવાદ(Ahmedabad)મહાનગરપાલિકાએ મિલકતવેરાની જેમ પ્રોફેશનલ ટેક્સ (Professional Tax)નહી ભરનારા લોકો સામે પણ લાલ આંખ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં હવેથી બાકી પ્રોફેશનલ ટેક્ષને લઇને પણ નોટીસ આપવામા આવશે. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમા 5. 25 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે. તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર 3.25 લાખ નોંધાયેલા કરદાતા છે.

અમદાવાદ શહેરમાં 2 લાખ કોમર્શિયલ પ્રોપર્ટી એવી છે જેઓ પ્રોફેશનલ કરદાતા તરીકે નોંધણી ધરાવતા નથી. જો આવા કરદાતાઓને પણ આવરી લેવામાં આવે તો કોર્પોરેશનની આવકમાં વર્ષે રૂ. 25 થી 30 કરોડનો વધારો થઇ શકે છે. આ બાબતને જોતાં કોર્પોરેશન હવે 1.37 લાખ કરતાં વધારે એકમોને કારણદર્શક નોટિસ પાઠવશે.

શહેરમાં જે કોમર્શિયલ એકમો એવા છે જેમણે હાલ પ્રોફેશનલ એક્ટ હેઠળ પી.ઇ.સી.ની નોંધણી કરાવી નથી. તેવા એકમોને મ્યુનિ. નોટિસ પાઠવશે. જોકે પ્રોફેશનલ ટેક્ષને લઇને અધિકારીનું શાસન આવે તેનું પણ ધ્યાન રખાશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ભળેલા બોપલ વિસ્તારમા મિલકતોની આકારણીની કામગીરી ચાલી રહી છે. બોપલના રહીશોને ટેક્સ કે આકારણી બાબતે કોઇ સવાલો કે મૂંઝવણ હોય તો તેના નિકાલ માટે તંત્રએ એક નંબર 88 66 37 1397 જાહેર કર્યો છે. જેની પર અત્યાર સુધીમાં આશરે 300 જેટલા મેસેજ આવ્યા છે. લોકોએ આકારણીને લઇને વિવિધ પ્રશ્નો કર્યા છે.

જેમાં મોટાભાગે લોકોએ પ્રશ્ન કર્યો છે કે આકારણી કઇ રીતે થાય છે ? નગરપાલિકા કરતાં કોર્પોરેશનના ટેક્સમાં કેટલો વધારો થશે? આકારણી ક્યારે પુર્ણ થશે ? વગેરે સવાલો કરવામાં આવ્યા છે..આમ મોટી સંખ્યામા લોકો આ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. તંત્રનુ માનીએ તો બોપલમાં આગામી નવરાત્રી દરમિયાન પ્રોપર્ટીટેક્ષના બીલોની વહેચણી કરવામા આવશે.બોપલમાં આકારણીનુ 80 ટકા કામ પુર્ણ થઇ ગયુ છે.

આ અંગે કોર્પોરેશનના ટેક્સ અને રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે જાન્યુઆરીથી કોર્પોરેશનની 10 ટીમો દ્વારા મિલકતોની આકારણી કરવામાં આવી રહી છે. તેમજ મહાનગરપાલિકામાં સમાવેશ થતાં ટેક્સ વધવો સ્વાભાવિક છે.

જ્યારે જંત્રી મુજબ ટેક્સ વધારા સામે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.લોકોની માંગ છે કે નગરપાલિકાના જૂના ટેક્સ મુજબ જ ટેક્સ લેવામાં આવે.લોકોનો એવો પણ આક્ષેપ છે કે પ્રોપર્ટી ટેક્સની આકારણી ખોટી રીતે કરવામાં આવી રહી છે. ટેક્સની આકારણી કરવા માટે આવતા લોકોને આકારણી કેવી રીતે કરવી તેનો ખ્યાલ નથી. કોરોનાને કારણે આર્થિક લપડાક અને ત્યાર બાદ મોંઘવારીથી પીડાતા લોકોએ ટેક્સનું ભારણ ઓછું કરવા માંગ કરી છે.

આ પણ વાંચો : પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને ઓનલાઇન ક્લાસ દરમિયાન મળતી હતી ધમકી, હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી !

આ પણ વાંચો : RAJKOT : જાણો આઈટીના નિશાને આવેલા RK ગ્રુપમાં કોણ કોણ સામેલ છે અને તેનો કારોબાર કેવો છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">