Ahmedabad : કોર્પોરેશને ફાયર એનઓસી વિનાની 95 હોસ્પિટલને ફટકારી ક્લોઝર નોટિસ

જેમાં ફાયર એનઓસી વિનાના નોટિસ આપેલ એકમો માંથી કેટલાક એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદની 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.

Ahmedabad : કોર્પોરેશને ફાયર એનઓસી વિનાની 95 હોસ્પિટલને ફટકારી ક્લોઝર નોટિસ
Ahmedabad 95 hospitals without fire NOC Get closure notice
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 23, 2021 | 8:54 PM

અમદાવાદ(Ahmedabad)  મહાનગરપાલિકા  હાઇકોર્ટના કડક વલણ બાદ ફાયર એનઓસી(Fire NOC )  મુદ્દે એક્શન આવી છે. જેમાં ફાયર એનઓસી વિનાના નોટિસ આપેલ એકમો માંથી કેટલાક એકમોને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદની 95 હોસ્પિટલોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. જેમાં નોટિસ આપ્યાના 7 દિવસમાં હોસ્પિટલ દવારા દર્દીને અન્ય સ્થળે ખસેડી બિલ્ડીંગ વપરાશ બંધ કરવા જણાવવામાં આવ્યું છે.

તેમજ  જો 7 દિવસમાં તેનું પાલન નહિ થાય તો પાણી, ગટર લાઇન અને વીજ કનેક્શન કાપવાનો પણ એએમસીએ નિર્ણય કર્યો છે. તેમજ ફોજદારી રાહે કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કર્યો છે. જૂન 2021 સુધી noc લેવાની થતી હોવાના એકમોને નોટિસ આપ્યા બાદ સમય મર્યાદામાં noc અને કોઈ કાર્યવાહી નહિ કરતા 95 એકમ સામે પગલું ભરાયું છે.

એએમસી દ્વારા માહિતી જાહેર કરાઈ છે કે ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ 2023 હેઠળ જરૂરી ઇમારત ધારકોએ ફાયર સેફટીના સાધનો વસાવવાના રહેશે. તેમજ ફાયર noc લેવાની રહેશે. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ નિયમનું પાલન નહીં થતું હોવાનું સામે આવ્યું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જેમાં કેટલીક મોટી ઘટનાઓ બનતા અને નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો જ્યાં હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનનો ઉધડો લેતા કાર્યવાહી શરૂ કરાઇ છે.જે કાર્યવાહી અંતર્ગત જૂન 2021 સુધી વિવિધ એકમોને નોટિસ આપવામાં આવી. તેમજ જરૂરી સમય પણ ફાયર noc લેવા અને રીન્યુ કરવા માટે આપવામાં આવ્યો.

જોકે તેમ છતાં કેટલાક એકમોએ આ વાત ગંભીરતાથી નહિ લેતા આખરે amc ગંભીર બન્યું અને નોટિસ આપેલ એકમો નથી 7 ઝોનમાં 107 એકમો જેમાં તમામ હોસ્પિટલનો સમાવેશ થાય છે તેનું શોર્ટ લિસ્ટ બનાવી 95 એકમોને ક્લોઝર નોટિસ આપી.

જે નોટિસ આપ્યાના 7 દિવસમાં બિલ્ડીંગ ધારકે જરૂરી વ્યવસ્થા ઉભી કરી ફાયર noc લેવાની રહેશે અને જો તેઓ ફાયર noc નહિ લે તો તેમના બિલ્ડિંગના પાણી, ગટર, વીજ લાઈન કાપવા સહિત ફોજદારી રાહે કોર્પોરેશન કાર્યવાહી કરશે.મહત્વનું છે કે એએમસી દ્વારા અગાઉ ફાયર noc રીન્યુ કરવા 124 એકમોને પત્ર લખી જાણ કરી હતી.

જે 124 એકમોમાં મોટા એકમોનો સમાવેશ થાય છે. તો હોસ્પિટલ બાબતે સરકારે હળવાશ કરી. જેમાં જે હોસ્પિટલ સ્ટ્રક્ચરલ સુધારા ન કરી શકે તેવી હોસ્પિટલોને જરૂરી સાધનો વસાવી noc આપવા છૂટછાટ આપી હતી. એટલું જ નહિ પણ હાઇકોર્ટના કડક વલણ બાદ હાથ ધરાયેલ કાર્યવાહીમાં ફાયર વિભાગ દ્વારા 20 દિવસમાં 3682 એકમોને નોટિસ અપાઈ.

જેમાં શહેરમાં વિવિધ શાળાઓ, હોસ્પિટલો, કોમર્શિયલ બિલ્ડિંગ, હાઇરાઈઝ કોમર્શિયલ કમ રેસિડેન્ટ બિલ્ડીંગ, હાઇરાઈઝ રેસિડેન્સીયલ ઇમારતનો સમાવેશ થાય છે.ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા 6 હજાર એકમોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. જેમાં હાલ સુધી કુલ 3682 ને નોટિસ અપાઈ છે. જે 3682માં 924 શાળા, 250 હોસ્પિટલ, 297 કોમર્શિયલ, 591 કોમર્શિયલ કમ રેસિડેન્ટ, 1604 રેસિડેન્ટલ અને 16 મોલનો સમાવેશ થાય છે.

જોકે કેટલાક એકમોને નોટીસ આપ્યાના 15 દિવસ વીતી ગયા છતાં બીજી નોટિસ અપાઈ છે કે નહીં તેની amc દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પણ amc 107 એકમોનું લિસ્ટ બનાવી 95ને ક્લોઝર નોટિસ આપી છે. જે એ જ સૂચવે છે કે હવે amc કડક બની રહ્યું છે.

પણ અહીં સવાલ એ પણ થાય છે કે શુ નવા પ્રયોગથી લોકો noc રીન્યુ કરાવશે કે પછી પહેલાની જેમ લાલીયાવાડી જ ચાલશે. કેમ કે 20 દિવસની કાર્યવાહીમાં 12 દિવસમાં 3666 એકમોને નોટિસ અપાઈ ગઈ હતી. બાકીના 8 દિવસમાં માત્ર 16 મોલને જ નોટિસ અપાઈ. ત્યારે 6 હજાર માંથી જો 3682 ને નોટિસ અપાઈ તો અન્ય એકમો સામે કાર્યવાહી કરાઈ છે કે નહીં તે પ્રશ્ન છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">