Ahmedabad: કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં, ગાઈડલાઈનના ભંગ બદલ થશે કડક કાર્યવાહી

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હવે કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 08, 2021 | 11:20 PM

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના જિલ્લાઓમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં હવે કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. હવે કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો હશે, ત્યાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર હવે સઘન તપાસ કરશે અને જે રેસ્ટોરન્ટ, હોટેલ કે જાહેર એકમો પર કોરોના ગાઈડલાઈનનો ભંગ થતો જોવા મળશે ત્યાં દુકાન સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ આજે સોમવાર સાંજથી જ આ કાર્યવાહી શરૂ કરી દીધી છે. અમદાવાદના મણિનગર, નવરંગપુરા, નારણપુરા, થલતેજ, બોડકદેવ, જોધપુર અને પાલડી સહીતના વિસ્તારોમાં કોરોનાના ગાઈડલાઈનનું પાલન ન કરતી રેસ્ટોરન્ટ, હોટેલો અને બજારો બંધ કરાવવામાં આવી છે.

 

 

 

આ પણ વાંચો: સુંદર પિચાઈએ કરી મોટી જાહેરાત, 10 લાખ ભારતીય ગ્રામીણ મહિલા ઉદ્યમીઓની મદદ કરશે Google

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">