Ahmedabad : એરપોર્ટ પરથી 6 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપાયો, એક આફ્રિકન પેડલરની ધરપકડ

અમદાવાદમાં ફરી એક વખત એરપોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં આવેલા શખ્સ પાસેથી 6 કરોડનું કોકેઈન મળ્યુ છે.

| Updated on: Sep 03, 2021 | 1:12 PM

અમદાવાદમાં ફરી એક વખત એરપોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. ફ્લાય દુબઈની ફ્લાઇટમાં આવેલા શખ્સ પાસેથી 6 કરોડનું કોકેઈન મળ્યુ છે. NCBએ કોકેઈનના જથ્થા સાથે આફ્રિકન પેડલરની ધરપકડ કરી છે. આશરે 2 કિલો જેટલો કોકેઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે અગાઉ પણ એક આફ્રિકન નાગરિક ચાર કિલો કોકેન સાથે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયો હતો. NCBએ 12 ઓગસ્ટના રોજ આ આફ્રિકન કેસની ધરપકડ કરી હતી.

કેવી રીતે કોકેઇન ડ્રગ્સ ઝડપાયું ?

અમદાવાદ એરપોર્ટ પરથી 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક આફ્રિકન દેશ-ઝામ્બીયાના નાગરીક જોન હેંચાબીલાની ધરપકડ કરાઇ  છે. વહેલી સવારે દુબઈથી આવેલી ફલાઈટમાં 2 કિલો કોકેઈન લઈને એક શખ્સ આવી રહ્યો હોવાની બાતમી NCBને મળી હતી. જેના આધારે ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. ત્યારે આ શખ્સ પાસે રહેલી બેગમાં તપાસ કરતા બે કિલો જેટલું કોકેઈન ડ્રગ્સ મળી આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 6 કરોડની આસપાસ આંકવામાં આવી રહી છે. ઝડપાયેલો વિદેશી નાગરિક હેન્ડબેગમાં આ કોકેઈન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

આ પહેલા પણ ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાયું

નોંધનીય છેકે આ પહેલા ગુજરાતમાં ગેરકાયદેસર ડ્રગ્સના વેચાણના વિરોધમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન કરાયું હતું. જેમાં અમદાવાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે રાજ્યમાં પહેલીવાર ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડી 4.5 કિલો એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. વલસાડ જિલ્લાના ડુંગરી ગામે કરવામાં આવેલી આ રેડ 20 કલાક સુધી ચાલી હતી. નોર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમને રેડ દરમિયાન 85 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">