Ahmedabad : મનપામાં પીવાના પાણીના વિતરણ માટે 87 કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી

પશ્ચિમ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને કોતરપુરના 650, 200 અને 300 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને પ્રવર્તમાન સ્થિતિએ વધારાની અને ભવિષ્યની પાણીની જરૂરિયાત સંતોષવા ટ્રંક મેઈન પાઇલાઇન નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે.

Ahmedabad : મનપામાં પીવાના પાણીના વિતરણ માટે 87 કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ આપી મંજૂરી
Ahmedabad: CM approves works worth Rs 87 crore for distribution of drinking water in AMC (ફાઇલ)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 7:11 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC) પીવાના પાણીના વિતરણ (Distribution of drinking water)માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ મહા નગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 એમ એલ ડી તથા 200 એમ એલ ડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે. તેમજ વધારાના 300 એમએલડીના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા 1150 એમએલડી થશે.

મહાનગરપાલિકાએ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન મારફતે મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરેલી દરખાસ્તમાં જણાવાયું છે કે કોતરપુર વોટર વર્કસ માંથી હાલ અમદાવાદ મહાનગરના ઉત્તર, પૂર્વ, મધ્ય, દક્ષિણ તથા પશ્ચિમ ઝોનમાં પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

પશ્ચિમ અને મધ્ય ઝોનના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનને કોતરપુરના 650, 200 અને 300 એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને પ્રવર્તમાન સ્થિતિએ વધારાની અને ભવિષ્યની પાણીની જરૂરિયાત સંતોષવા ટ્રંક મેઈન પાઇલાઇન નાખવાનું અમદાવાદ મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ હેતુસર મહા નગરપાલિકાએ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આંતરિક જોડાણ કરીને સાબરમતી નદી ઉપર બ્રિજ બનાવી ભાટગામ પાછળના ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક રીંગરોડ પર, ભાટ સર્કલ, તપોવન સર્કલ થઈને વિસત તરફ જતા માર્ગ પરના પ્રમુખ સ્વામી મહારાજ રોડ સુધી જુદા જુદા વ્યાસની એમ.એસ પાઇપ નાખીને હાલના 1300 મી.મી વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાના કામોના ડી.પી.આર આપેલા છે. મુખ્યમંત્રીએ આ દરખાસ્તનો સર્વગ્રાહી અભ્યાસ કરીને 2200, 1600, 1400 તથા 800 મી.મી. ડાયાની એમ.એસ. પાઇલાઇન કામો માટે 58.20 કરોડ, 3000 મી.મી ડાયા એમ.એસ પાઇપ પૂશિંગ માટે 2.42 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

આ ઉપરાંત તેમણે 2200 એમ એમ ડાયાની પાઇપ લાઇનને સાબરમતી નદી પાર કરાવવા માટે બ્રિજના કામો માટે 15.84 કરોડ, રોડ રિસરફેસિંગ કામો માટે 10 કરોડ મળી સમગ્રતયા 87.16 કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના ભૂતકાળમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી વિતરણ ના કામો માટે 168.73 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે.

હવે તેમણે અમદાવાદ પૂર્વના આ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જળ વિતરણ માટે 87.16 કરોડના કામોની સૈદ્ધાંતિક અનુમતિ આપતા કુલ 255.89 કરોડના કામો અમદાવાદ મહાનગરમાં હાથ ધરાશે.

આ પણ વાંચો : Mehsana : વિપુલ ચૌધરીએ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પર લગાવ્યા આ ગંભીર આરોપ

આ પણ વાંચો : Gujarat માં આ વર્ષે RTE હેઠળ 70,000 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે, આ તારીખથી કરી શકાશે અરજી

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">