અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું

સરકારે પણ જે.વી. મોદીના રાજીનામાને મંજૂર કર્યુ છે.આ પહેલાં પણ તેમણે ત્રણ વાર રાજીનામું ધર્યું હતું, જોકે આ વખતે તેમણે પોતાના અંગત કારણોસર આપેલા રાજીનામાનો સરકારે  સ્વીકાર કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 11:33 PM

અમદાવાદમાં ઘાતક કોરોનાકાળમાં ચાલતો હતો તે સમયે અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં મહત્વની ફરજ બજાવનાર હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ જે.વી. મોદીએ રાજીનામું આપ્યું છે. સરકારે પણ જે.વી. મોદીના રાજીનામાને મંજૂર કર્યુ છે.આ પહેલાં પણ તેમણે ત્રણ વાર રાજીનામું ધર્યું હતું, જોકે આ વખતે તેમણે પોતાના અંગત કારણોસર આપેલા રાજીનામાનો સરકારે  સ્વીકાર  કર્યો છે.

રાજીનામા વખતે કોઈ વિવાદ કે અન્ય રાજકારણ હોવાની વાતને તેમણે રદીયો આપ્યો છે.તેમણે કહ્યું કે સિવિલ હોસ્પિટલ, મારી મા છે અને અનેક પડકારો અહીં ઝીલ્યા છે. તેમણે કહ્યું કે તેઓ પરિવાર સાથે રહેવા માગે છે માટે તેમણે રાજીનામું આપ્યું છે.

સતત ત્રીસ વર્ષ સુધી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં  જે.વી. મોદી રહ્યાં હતા. તેમણે સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં 1991ના વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો અને 2000ની સાલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિવિલ હોસ્પિટલમાં જોડાયા હતા.

રાજીનામું આપ્યાં  સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર  સુપ્રિટેન્ડેન્ટ  ડો. જે.વી. મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે  સિવિલ હોસ્પિટલ મારી માં છે. આ હોસ્પિટલમાં  વર્ષ 1991માં એમ.બી.બી.એસમાં પ્રવેશ લીધો હતો અને 2000ના વર્ષમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સિવિલ હોસ્પિટલમાં જોડાયો હતો. જેની બાદ આ  હોસ્પિટલમાં જ મારુ જીવન પસાર થયું છે હોસ્પિટલે મને ઘણું  આપ્યું છે.

આ  પણ વાંચો : Ahmedabad કોર્પોરેશનની હોસ્પિટલોમાં હવે ત્રીજા બાળકની ડિલિવરીનો ચાર્જ ચૂકવવો પડશે

આ  પણ વાંચો :  ચેતજો : ગ્રીન ટિક કરેલ પેકડ ફૂડ પ્રમાણિત વેજીટેરિયન નથી, સરકારે હાઇકોર્ટમાં કર્યો આ ખુલાસો

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">