Ahmedabad : સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જને પડાકરજનક Revision spine surgery સફળતાપૂર્વક પાર પાડી

કરોડરજ્જુમાં આ પ્રકારની રીવીઝન સ્પાઇન સર્જરી (Revision spine surgery) રિવિઝન સ્પાઇન સર્જરી ખુબ જ જટિલ હોય છે. કારણકે તેમાં કરોડરજ્જુમાં આવેલી ચેતાતંતુઓ ડેમેજ થવાનો,ઓપરેશન દરમિયાન ફરી ચેપ લાગવાનો પણ ભય હોય છે.

Ahmedabad :  સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જને પડાકરજનક Revision spine surgery  સફળતાપૂર્વક પાર પાડી
અમદાવાદ સિવિલના સ્પાઇન સર્જન ડૉ.જે.વી.મોદી અને તેમની ટીમ સોનલબહેન સાથે
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 17, 2021 | 11:45 PM

કોરોનાના કપરાકાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં અન્ય તકલીફો ધરાવતા દર્દીઓ ઉપર એટલી જ કાળજી અને સંવેદના સાથે ધ્યાન આપવાનું પણ સતત ચાલુ રાખીને સિવિલના સ્ટાફે માનવસેવાનો યજ્ઞ અવિરતપણે ચાલુ રાખ્યો છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જન ડૉ.જે.વી.મોદી (Dr.J.V.Modi) અને તેમની ટીમે અત્યંત જટીલ અને પડાકરજનક રીવીઝન સ્પાઇન સર્જરી (Revision spine surgery) સફળતાપૂર્વક પાર પડી રાજકોટના દર્દી સોનલબેનની બે વર્ષ જૂની સમસ્યાનો અંત આણ્યો છે.

રાજકોટના સોનલબહેન 2 વર્ષથી પીડાતા હતા રાજકોટના 17 વર્ષીય સોનલબહેનને બે વર્ષ અગાઉ અક્સમાત થતા કમરના મણકામાં ગંભીર ઇજા પહોંચી હતી. એક પ્રતિષ્ઠિત ખાનગી હોસ્પિટલમાં તેમણે મણકાની ગાડી કઢાવી પાંજરું મુકાવ્યું હતું. પણ ઇન્ફેકશન થતા બે વર્ષ પછી ફરી મોટા ઓપરેશન રીવીઝન સ્પાઇન સર્જરી (Revision spine surgery) ની સ્થિતિ આવી જેનો ખર્ચ આશરે 5 લાખ જેટલો થાય એમ હતો. સોનલબેનના ગરીબ પરીવાર માટે આ અત્યંત ખર્ચાળ હતુ. આ વખતે મૂળ પ્રશ્ન સર્જરીની વિશ્વનીયતાનો પણ હતો. જે કારણોસર સોનલબેનના પરિવારે રીવીઝન સ્પાઇન સર્જરી કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) આવવાનું નક્કી કર્યુ.

સોનલબહેનને અમદાવાદ સિવિલમાં લવાયા સોનલબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) માં દાખલ કરવામાં આવ્યાં. X-Ray, MRI, CT સ્કેન સહિતના ટેસ્ટ બાદ જાણવા મળ્યું કે સોનલબહેનની કમરમાં નાખેલા પાંજરામાં જ ચેપ લાગેલો હતો. કરોડરજ્જુમાં આ પ્રકારની રીવીઝન સ્પાઇન સર્જરી (Revision spine surgery) રિવિઝન સ્પાઇન સર્જરી ખુબ જ જટિલ હોય છે. કારણકે તેમાં કરોડરજ્જુમાં આવેલી ચેતાતંતુઓ ડેમેજ થવાનો,ઓપરેશન દરમિયાન ફરી ચેપ લાગવાનો પણ ભય હોય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અગાઉ થયેલ ઓપરેશનમાં બધા સ્ક્રૂ કઢાવી નાખ્યાં, પરંતુ ચેપ તો કમરમાં નાખેલા પાંજરામાં જ લાગેલો હતો અને એ પાંજરુ જ કઢાયું નહોતું. આ પરિસ્થિતિમાં દર્દીની સ્થિતિ ખુબ જ દયનીય બની જતી હોય છે, કેમકે દર્દીને બેઠા થવા સહિત દરેક કાર્યમાં ખુબ પીડા થતી હોય છે.

સોનલબહેનની સર્જરીમાંમોતી સફળતા આ બધા જોખમોને ગણતરીમાં લીધા બાદ સિવિલ હોસ્પિટલ સુપરિન્ટેન્ડન્ટ અને સ્પાઇન સર્જન ડૉ.જે.વી.મોદી (Dr.J.V.Modi) અને તેમની ટીમે સોનલબહેનનું જટિલ અને અતિ જોખમી ઓપરેશન (Revision spine surgery) કરવાનો પડકાર ઝીલ્યો. કરોડરજ્જુના ભાગે સાફસફાઇ કરી પાંજરું કાઢવામાં આવ્યું અને ફરી સ્ક્રૂ નાખીને મણકા સ્થિર કરવાનું ઓપરેશન નિપૂણતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.

સોનલબહેન પરની સર્જરી સફળ રહેતા હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. પરુ નીકળતું પણ બંધ થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ના તબીબોની તજજ્ઞતા અને દર્દી પ્રત્યેની સમર્પિતતાના પ્રતાપે હવે સોનલબહેન અને તેમના પરિવારજનો રાહત અનુભવી રહ્યાં છે અને સિવિલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">