Ahmedabad: સિવિલ હોસ્પિટલના ડોકટરોએ સ્કોલિયોસિસ રોગની સર્જરી કરી નવયુવાનને જીવનદાન બક્ષ્યું

અમદાવાદ સિવિલના તબીબોએ 5 કલાકની જટીલ સર્જરી કરી અભય રાદડિયાની બિમારીનું નિદાન કર્યું. જૂનાગઢના ભેંસાણના વતની અભયને જવલ્લે જોવા મળતી સ્કોલિયોસિસ બિમારી હતી.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:57 PM

Ahmedabad: અમદાવાદ સિવિલના તબીબોએ 5 કલાકની જટીલ સર્જરી કરી અભય રાદડિયાની બિમારીનું નિદાન કર્યું. જૂનાગઢના ભેંસાણના વતની અભયને જવલ્લે જોવા મળતી સ્કોલિયોસિસ બિમારી હતી. જન્મથી જ કમરના મણકામાં વધારે પડતો વળાંક રહી ગયો. આ બિમારી સમયની સાથે આગળ વધી. 12 વર્ષની વયે રમતની વાત તો દૂર હલન-ચલનમાં પણ તકલીફ થવા લાગી. અભય રાદડિયાના માતા-પિતાએ અનેક ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જનનો સંપર્ક કર્યો હતો.

 

 

પરંતુ બિમારીનું નિવારણ નહોતું મળ્યું આખરે કોઈની સલાહથી અભયના પિતા અમદાવાદ સિવિલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ એક્સ-રે, સિટી સ્કેન બાદ કમરના મણકા વધારે વાંકા હોવાથી હલન-ચલનને અસર થયાનું જણાવ્યું હતું જો કે અભય નાનો હોવાથી 3 વર્ષ બાદ ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતું. તેમજ સિવિલની ટીમે ન્યૂરો મોનિટરિંગ સાથે જટીલ ઓપરેશન પાર પાડ્યું. હતું. જેની બાદ હવે અભય સામાન્ય બાળકોની જેમ હરી-ફરી શકે છે.

 

આ પણ વાંચો: Maharashtraમાં કોરોનાનો વધતો કહેર, પૂણેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ODI Matchમાં નહીં મળે દર્શકોને એન્ટ્રી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">