Ahmedabad: સિવિલના તબીબોએ કઝાકિસ્તાનમાં 4 મહિનાથી માંડીને 15 મહિનાના બાળક ઉપર બ્લેડર એસ્ટ્રોફીની કરી જટીલ સર્જરી

પાંચ દિવસમાં આ તબીબોએ પાંચ જટીલ પ્રકારની સર્જરી (Surgery ) પોતાની નિપુણતાથી સફળતાપૂર્ણ પાર પાડી. જેમાં ત્રણ બ્લેડર એસ્ટ્રોફી કરવામાં આવી હતી. ચાર મહિના, દસ મહિના અને પંદર મહિનાના બાળકમાં આ સર્જરી કરવામાં આવી હતી.

Ahmedabad: સિવિલના તબીબોએ કઝાકિસ્તાનમાં 4 મહિનાથી માંડીને 15 મહિનાના બાળક ઉપર બ્લેડર એસ્ટ્રોફીની કરી જટીલ સર્જરી
Civil doctors perform bladder astrophy surgery on 4- to 15-month-old baby in Kazakhstan
Jignesh Patel

| Edited By: Manasi Upadhyay

Nov 24, 2022 | 9:36 PM

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ કઝાકિસ્તાનમાં તબીબી નિપૂણતાનો ડંકો વગાડ્યો હતો અને કઝાકિસ્તાનના પીડિત બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્ણ પાર પાડી હતી. આ અંગે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે તબીબી નિપૂણતાનું આદાન-પ્રદાન મેડિકલ ટુરીઝમ ઉપરાંત મેડિકલ ક્ષેત્રના નવોન્મેષ સંસોધન, તકનિકી એડવાન્સમેન્ટ અને પ્રેક્ટિસને વેગ આપે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 14 વર્ષમાં 206 બાળકો પર બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્ણ કરવામાં આવી છે

4 મહિનાથી માંડીને 15 મહિનાના બાળકોની કરી જટીલ સર્જરી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તાજેતરમાં જ 16 નવેમ્બર થી 20  નવેમ્બર સુધી કઝાકિસ્તાનમાં યુનિવર્સિટી મેડિકલ સેન્ટર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની અત્યંત જટીલ સર્જરી માટે નિમંત્રણ પાઠવીને મદદ માંગવામાં આવી હતી. જેમાં બાળરોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી, એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, એસોસિએટ પ્રોફસર ,ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન ડૉ. પિયુષ મિત્તલે આ નિમંત્રણ સ્વીકારીને પાંચ દિવસ માટે કઝાકિસ્તાનની મુલાકાત લીધી હતી.

પાંચ દિવસમાં આ તબીબોએ પાંચ જટીલ પ્રકારની સર્જરી પોતાની નિપુણતાથી સફળતાપૂર્ણ પાર પાડી. જેમાં ત્રણ બ્લેડર એસ્ટ્રોફી કરવામાં આવી હતી. ચાર મહિના, દસ મહિના અને પંદર મહિનાના બાળકમાં આ સર્જરી કરવામાં આવી હતી.  તેમજ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના તબીબો, નર્સિંગ સ્ટાફ, રેસીડન્ટ તબીબો અને નર્સિંગ સ્ટુડન્ટસને બ્લેડર એસ્ટ્રોફીની તાલીમ સિવિલના તબીબો દ્વારા આપવામાં આવી હતી. કઝાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની આ પ્રકારની જટીલ સર્જરીમાં નિપુણતા જોઈને પ્રશંસા વ્યક્ત કરી હતી.

શું છે બ્લેડર એસ્ટ્રોફી?

સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી આ સર્જરી અને બિમારીની જટીલતા વિશે જણાવ્યું હતું કે  બ્લેડર એસ્ટ્રોફીમાં જન્મજાત પેશાબની કોથળીમાં બિમારી હોય છે. જેમાં પેશાબની કોથળી અને ઈન્દ્રીય સંપૂર્ણ પણે ખુલ્લું રહે છે. જેનાથી પેશાબ લીકેજ થવાની ઘટના સતત ચાલતી રહે છે. બાળકોને જન્મજાત જોવા મળતી ખોડ-ખાંપણ સૌથી જટીલ પ્રકારની સર્જરી બ્લેડર એસ્ટ્રોફીને માનવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સતત 7થી 10  કલાક ચાલે છે.

સિવિલ હોસ્પિટલમાં  ભારત દેશના જ 13થી 14  જેટલા રાજ્યોમાંથી આ પ્રકારની સમસ્યાથી પીડાતા બાળકો પીડામુક્ત થવા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. અત્યાર સુધીમાં 206થી વધુ બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2009થી દર જાન્યુઆરી મહિનામાં વિદેશમાંથી તબીબો સાતથી દસ દિવસ બ્લેડર એસ્ટ્રોફીના વર્કશોપ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. જેના પરિણામે મેડિકલ ટુરિઝમના વિકાસ સાથે મેડિકલ ક્ષેત્રના નવોન્મેષ તકનીકી, સંસોધન અને પ્રેકટિસનું પણ આદાન-પ્રદાન થાય છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati