Ahmedabad: 100થી વધુ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીએ કોરોનાના કેસો ઘટાડવા અંગે ઝૂમ મિટિંગથી ચર્ચા કરી, કેસો ઘટાડવા પોતાના વિચારો રજૂ કર્યા

અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના ન્યુ SG રોડ સોસાયટી એસોસિએશન દ્વારા કોરોનાને કાબુમાં લેવા ઝૂમ મિટિંગ યોજવામાં આવી.

Ahmedabad: 100થી વધુ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીએ કોરોનાના કેસો ઘટાડવા અંગે ઝૂમ મિટિંગથી ચર્ચા કરી, કેસો ઘટાડવા પોતાના વિચારો રજૂ કર્યા
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Apr 16, 2021 | 5:45 PM

અમદાવાદ શહેરમાં કોરોના વાઈરસનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના ન્યુ SG રોડ સોસાયટી એસોસિએશન દ્વારા કોરોનાને કાબુમાં લેવા ઝૂમ મિટિંગ યોજવામાં આવી. આ ઝૂમ મિટિંગમાં સોલા, ગોતા , ચાંદલોડિયા સહિતના વિસ્તારની 100થી વધુ સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, મેમ્બર્સ, હેલ્થ ઓફિસર તેમજ સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ દ્વારા કોરોનાના વધતા કેસ ઘટાડવા માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરી, તેમજ પોતાના વિચારો પણ રજૂ કર્યા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સોલા વિસ્તારના હેલ્થ ઓફિસર દ્વારા સોસાયટીના ચેરમેનને 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓમાં રસીકરણ અંગે જાગૃતિ લાવવા તેમજ 100% રસીકરણ થાય તે માટે આપવામાં આવી સૂચના સાથે જ એકવાર પોઝિટિવ આવ્યા પછી દર્દી અલગ અલગ જગ્યાએ ટેસ્ટિંગ કરાવવા જાય છે, જેને કારણે કેસો વધી રહ્યા હોવાનું તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થાનિકોમાં ટેસ્ટિંગ માટે નિરાશા જોવા મળી રહી હોવાની હેલ્થ ઓફિસર દ્વારા ફરિયાદ કરવામાં આવી તો સોલા પોલીસ સ્ટેશનના પી.આઈ જે.પી જાડેજાએ પણ વધતા કેસોને ઘટાડવા કેટલીક સલાહ વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીને આપી. જેમાં સોસાયટીઓના મેમ્બરને થોડા દિવસ બહારનું ન ખાવા માટે શપથ લેવડાવવા માટે અપીલ કરી.

ફ્લેટમાં ચિલ્ડ્રન એરિયામાં થોડા દિવસ એક્ટિવિટી બંધ રાખવા સલાહ આપી. તેમજ જે જગ્યા પર વધારે ભીડ થતી હોય તેવી જગ્યા વિશે પોલીસને જાણ કરવા માટે વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીને જાણ કરી હતી, મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં રોકેટ ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે, જેને કાબુમાં લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે અને આજ કારણથી હવે વિવિધ સોસાયટીઓ પણ આગળ આવીને સોશિયલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી કોરોનાના વધતા કેસોને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આ પ્રકારની પહેલ કોઈ વિસ્તાર દ્વારા પહેલીવાર કરવામાં આવી છે, જેનાથી યોગ્ય પરિણામ મળી શકે તેમ છે.

આ પણ વાંચો: સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું ‘દેશમાં ઓક્સિજન ટેન્કર્સનો રોક્યા વગર જવા દેવામાં આવે’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">