Ahmedabad: કોર્પોરેશન દ્વારા રૂ. 4176 લાખથી વધુ રકમના કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી, જૂની ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઈન બ્રેકડાઉનના થશે સમારકામ

ઈ-ગવર્નન્સ (E-Governance) ખાતા દ્વારા રજૂ થયેલ કામો પૈકી અ.મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓને જી.પી.એસ. બેઇઝ હાજરી તથા એમ-ચલણ અને ફિલ્ડ વર્ક મોનિટરીંગ માટે COTS બેઇઝ મોબાઈલ એપ્લીકેશનની કામગીરી માટે રૂા. 250 લાખથી વધુના કામને તેમજ અ.મ્યુ. કોર્પો.ના જુદા જુદા વિભાગો માટે કોમ્પ્યુટર અને ઓલ-ઈન-વન પ્રિન્ટર્સ રૂ. 163 લાખથી વધુના ખર્ચે ખરીદ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી

Ahmedabad: કોર્પોરેશન દ્વારા રૂ. 4176 લાખથી વધુ રકમના કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી, જૂની ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઈન બ્રેકડાઉનના થશે સમારકામ
Ahmedabad municipal corporation (File Image)
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 10, 2022 | 7:22 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સૂએજ રોડ અને બિલ્ડિંગના  (Building) કામને મંજૂરી આપવામાં આવી હતી. મેયર કિરીટ પરમાર (Kirit parmar) અને ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  હિતેશ બારોટ, ભાજપ નેતા ભાસ્કર ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, ઈ-ગવર્નન્સ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજૂરી આપી છે.

આજની મિટીંગમાં સેન્ટ્રલ ઓફિસ ખાતા દ્વારા એસ્ટેટ / સીટી પ્લાનિંગ ખાતામાં ચીફ સીટી પ્લાનર તરીકે નિમણૂંક પામેલ અને ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ જી. પટેલ વયમર્યાદાના કારણે તા. 31-8-2022ના ઓફિસ અવર્સ બાદ નિવૃત્ત થતા હતા, પરંતુ તેઓના ટેકનિકલ અને વહીવટી કામગીરીના બહોળા અનુભવને ધ્યાને લઈ રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ તા. 1-09-22થી એક વર્ષ માટે કોન્ટ્રાક્ટથી રોકવાના કામને મંજૂરી આપવામાં આવી.

વધુમાં ઈ-ગવર્નન્સ  (E-Governance) ખાતા દ્વારા રજૂ થયેલ કામો પૈકી અ.મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓને જી.પી.એસ. બેઈઝ હાજરી તથા એમ-ચલણ અને ફિલ્ડ વર્ક મોનિટરીંગ માટે COTS બેઈઝ મોબાઈલ એપ્લીકેશનની કામગીરી માટે રૂ. 250 લાખથી વધુના કામને તેમજ અ.મ્યુ. કોર્પો.ના જુદા જુદા વિભાગો માટે કોમ્પ્યુટર અને ઓલ-ઈન-વન પ્રિન્ટર્સ રૂ. 163 લાખથી વધુના ખર્ચે ખરીદ કરવાના કામોને મંજૂરી આપવામાં આવી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી દક્ષિણ પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ઝોન ખાતે જુદા જુદા વોર્ડોમાં ડ્રેનેજ લાઈન/સ્ટ્રોમ વોટર લાઈન સી.સી.ટી.વી. કેમેરા તેમજ સુપર સકર મશીનથી ડીસીલ્ટીંગ કરવાનું કામ, સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોની કોમ્પ્રિહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી, પાણીની લાઈનના નેટવર્કમાં સુધારા-વધારા કરવા તથા નવી નાખવા, પાણીના લીકેજ રીપેરીંગ કરવા, પાઈપલાઈનમાં આવતું પ્રદુષણ દૂર કરવા, એસ.ટી.પી. બનાવવા/અપગ્રેડ કરવા, માઈક્રો ટનલીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાંખવા / અપગ્રેડ કરવા, મેનહોલ, ચેમ્બર રીપેરીંગ, જુની ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઈન બ્રેકડાઉન રીપેરીંગ કરવા માટે કુલ રૂ. 685 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પૂર્વ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડોમાં અર્બન હેલ્થ સેન્ટર, પે એન્ડ યુઝ, મ્યુ. સ્કુલ, આંગણવાડી વગેરે અન્ય મ્યુ. બિલ્ડીંગોમાં જરૂરી સિવીલ વર્ક કરવા, નવી આંગણવાડી બનાવવી, નિંભાડા પથ્થર પેવિંગ કરવા, રામમંદિર થીમ બેઝ સર્કલ બનાવવા, રસ્તાઓ પર મીલીંગ કરી પોટ હોલ રીપેરીંગ અને હેવી પેચવર્ક કરવા, સેન્ટ્રલ વર્જ તથા ફુટપાથનું નવીનીકરણ, આર.સી.સી. રોડ બનાવવા, પેવર બ્લોક નાખવા, મ્યુ. કોર્પો. હસ્તકના પ્લોટોની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે કુલ રૂ. 878 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.

ધ નેશનલ અર્બન હાઉસીંગ એન્ડ હેબીટેટ પોલીસી – 2007 અન્વયે સેલ્ટર ફોર અર્બન હોમલેસ યોજના અંતર્ગત અ.મ્યુ. કોર્પો.ના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડીયા – ચાંદલોડીયા – સોલામાં, પશ્ચિમ ઝોનના વાસણા વોર્ડમાં તેમજ દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં એમ જુદી જુદી જગ્યાઓએ સેલ્ટર હોમ બનાવવાના કામો માટે કુલ રૂ. 2200 લાખથી વધુના કામોને મંજૂરી આપવામાં આવી. સમગ્ર શહેરમાં ફક્ત આર.સી.સી. અને સી.સી. ના બાંકડા મુકવા માટેની એક સમાન નીતિ બનાવવાની તેમજ બજેટ અંગે અગાઉ પ્લાનીંગ ખાતાના થયેલ તમામ સરક્યુલર મુજબ જ કાર્યવાહી કરવાની રજૂ થયેલ દરખાસ્તના કામને મંજૂરી આપવામાં આવી.

વધુમાં તાકીદના કામ તરીકે રજૂ થયેલ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા. 13-8-22થી તા. 15-8-22 દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે અ.મ્યુ. કોર્પોરેશનના કાઉન્સિલરઓને તેઓના વર્ષ 2022-23ના બજેટમાંથી લઘુત્તમ રૂ. 50,000 અને મહત્તમ રૂ.1,00,000ની મર્યાદામાં બજેટ ફાળવવા રજૂ થયેલ દરખાસ્તના કામને મંજૂરી આપવામાં આવી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">