Ahmedabad ના બોપલમાં તસ્કરો બેફામ, છ બુકાનીધારી કિંમતી દાગીના અને લેપટોપ ચોરી ફરાર

સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં સોમવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ છ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા.અને પરિવારને ધમકાવીને સોનાના દાગીના તેમજ લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે.

Ahmedabad ના બોપલમાં તસ્કરો બેફામ, છ બુકાનીધારી કિંમતી દાગીના અને લેપટોપ ચોરી ફરાર
Ahmedabad robber ​flea Bopal steal six jewelry and laptop (CCTV Image)
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 31, 2021 | 9:55 PM

અમદાવાદ શહેરના બોપલ વિસ્તાર માં વધુ એક લૂંટનો બનાવ સામે આવ્યો છે. જેમાં છ બુકાનીધારી બંગલામાં પ્રવેશ કરી પરિવારને ધમકાવીને સોનાના દાગીના અને લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે. આ લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોપલ વિસ્તાર જાણે કે લુંટારૂઓ માટે સોફ્ટ ટાર્ગેટ હોય તેમ લાગી રહ્યું છે. જેમાં છેલ્લા બે મહિનાની અંદર લૂંટનો વધુ એક બનાવ બન્યો છે.સ્કાય સિટીમાં આવેલ Arcus સોસાયટીના બંગલા નંબર 98 માં સોમવારે વહેલી સવારે પોણા ત્રણ વાગ્યાની આસપાસ છ લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા.અને પરિવારને ધમકાવીને સોનાના દાગીના તેમજ લેપટોપની લૂંટ કરી પલાયન થઈ ગયા છે.

આ લૂંટનો ભોગ બનનાર મનોજ અગ્રવાલ ખાનગી કંપનીમાં સી.એ તરીકે નોકરી કરે છે અને પત્ની હાઉસ વાઇફ છે જેમના બે દિકરા છે. આ ચારે લોકો ઘરે હતાં જો કે લૂંટારાઓ દંપતિ રુમમાં જઇ પહેરેલા દાગીના કાઢી દેવા ધમકી આપી કઢાવી લીધા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આ સોસાયટીની આસપાસના વિસ્તારમાં ખુલ્લી ખેતર જેવી જગ્યાઓ છે. જ્યાંથી આ લૂંટારુઓ દીવાલ ઉપર રહેલ ફ્રેંસિગ તોડીને સોસાયટી માં પ્રવેશ કર્યો હતો.અને બંગલા નંબર 98 માં ઘુસી પાછળ સાઈડનો એક લોખંડની જાળીનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ્યા હતા. મકાનના બેડરૂમમાં સુઈ રહેલા દંપતી ને જગાડીને જે પણ વસ્તુ ઓ પહેરી હોય એ આપી દેવા માટે કહ્યું હતું.જેથી દંપતી એ ગભરાઈ ને પહેરેલા સોનાના દાગીના અને લેપટોપ લૂંટી જતા રહ્યાં હતાં.જો કે મહત્વ ની વાત તો એ છે કે લૂંટ માટે આવેલા લૂંટારુઓ માંથી એક લુંટારૂ એ સ્માર્ટ વોચ પહેરી હતી જ્યારે બીજા લુંટારુ પાસે ગાડીની ચાવી હોવાનું ફરિયાદ નું કહેવું છે.

ઉલ્લેખનીય છે કે લૂંટારું ટોળકી લૂંટ અંજામ આપતાં પહેલા સોસાયટીમાં રેકી કરી હોઈ શકે છે કારણ કે લૂંટારુઓ દ્વારા સોસાયટી માં રહેલા સીસીટીવી કેમેરા એંગલ બદલી દેવામાં આવ્યા હતા.જેથી સોસાયટી કેમેરામાં ફૂટેજ જોવા નથી મળી રહ્યાં. પરંતુ લૂંટ કરવા આવેલા મકાનમાં રહેલા સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ ગયા છે.

સીસીટીવી ફૂટેજ જોતા પોલીસને આશંકા છે લૂંટારુઓ વીસ થી પચ્ચીસ વર્ષ ની ઉમર ના હોય શકે છે. જે ભાષામાં તેઓ વાતચીત કરતા હતા. તેના પર થી તેઓ લોકલ અને સારા પરિવાર માંથી આવતા હોય તેમ લાગી રહ્યું છે. જો કે આ અગાઉ પણ કેટલાક દિવસ અગાઉ બોપલ માં આ પ્રકારે એક દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી હતી.

જેમાં આરોપી ઓની પોલીસ એ ધરપકડ કરી છે.પરતું બંગલાની પાછળ અવવારૂ જગ્યા પરથી લૂંટારુઓ પ્રવેશી લૂંટ ગુના અંજામ આપે છે.જેથી પોલીસ આવી જગ્યાએ પેટ્રોલિંગ વધારી દે આ ગુનાઓ અટકી શકે છે.

આ પણ વાંચો : વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

આ પણ વાંચો : ગુજરાતના મોસ્ટ પ્રિફર્ડ ટુરીસ્ટ ડેસ્ટીનેશન પ્રવાસીઓને આકર્ષવામાં સફળ, ત્રણ દિવસમાં દોઢ લાખ પ્રવાસીઓ ઉમટ્યા

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">