Ahmedabad : વિરમગામના કમીજલા ગામેથી બોગસ ડોકટર ઝડપાયો, એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત

જેમાં રહેણાંક મકાનમાં ડિગ્રી વગર પ્રેકટીસ કરતા ડૉક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે . તેમજ તેની પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 6:39 PM

અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના વિરમગામ(Viramgam) ના કમીજલા ગામેથી બોગસ ડોક્ટર (Bogus Doctor) ઝડપાયો છે. જેમાં રહેણાંક મકાનમાં ડિગ્રી વગર પ્રેકટીસ કરતા ડૉક્ટરની એસઓજીએ ધરપકડ કરી છે . તેમજ તેની પાસેથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કર્યા છે. આ પૂર્વે એસઓજીએ વિરમગામમાંથી એક અન્ય બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી.

જેમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતાં બોગસ ડોકટરોની વિગતો સામે આવ્યા બાદ સમગ્ર રાજયના બોગસ ડોકટરની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. જેમાં રાજયભરના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાંથી બોગસ ડોકટરો ઝડપવામાં આવ્યા હતા.

તેમજ તમામ જિલ્લાની એસઓજી દ્વારા હજુ પણ ફરિયાદ મળતા બોગસ ડોકટર સામે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ થોડા સમય પૂર્વે જ સુરેન્દ્રનગર SOG પોલીસે ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામેથી બોગસ ડોકટરને ઝડપ્યો હતો.

જે તબીબી ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ખોલી છેલ્લા કેટલાક સમયથી લોકોની સારવાર અને તપાસ કરી આરોગ્ય સાથે ચેડા કરતો હતો.

જેમાં રાજયમાં એપ્રિલ અને મે મહિનાના 74 જેટલા બોગસ ડોકટરો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આ નકલી ડોકટરો પાસેથી પ્રતિબંધિત ડ્રગ્સ ઉપયોગ કરતા હોવાનું પણ માલૂમ પડ્યું હતું.

આ પણ વાંચો : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની જાહેરાત, અફઘાનિસ્તાનથી ભારત પરત આવતા લોકોને પોલિયોની ફ્રીમાં રસી અપાશે

આ પણ વાંચો : BCCI નો આ નિર્ણય ટીમ ઇન્ડિયાને વિશ્વની સૌથી મજબૂત ટીમ તરીકે રાખવા માટે યોગ્ય છે, આ અનુભવી ક્રિકેટરે કરી પ્રશંસા

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">