Ahmedabad : AMTSની નવરાત્રિ દરમ્યાન મુસાફરો માટે ધાર્મિક બસ સેવાની જાહેરાત

આજ રોજ મળેલ ટ્રાન્સપોર્ટ કિંમટીની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવેલ છે. તા.7-10-2021 થી ફકત નવરાત્રી પુરતું સવારના 8-15 થી બપોરના 4-15 સુધી ચલાવવામાં આવશે.

Ahmedabad : AMTSની નવરાત્રિ દરમ્યાન મુસાફરો માટે ધાર્મિક બસ સેવાની જાહેરાત
Ahmedabad: AMTS announces religious tour for passengers during Navratri
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Sep 30, 2021 | 6:09 PM

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનો માટે તા.7-10-2021ના રોજથી નવરાત્રી પર્વ શરૂ થતો હોઈ અમદાવાદ શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરો જેવા કે ભદ્રકાળી મંદિર- લાલ દરવાજા., મહાકાળી મંદિર-દુધેશ્વર, ચામુંડામંદિર-અસારવા બ્રિજ નીચે, માતાભવાની વાવ અસારવા, પદમાવતિ મંદિર – નરોડા, ખોડિયાર મંદિર-નિકોલ, હરસિદ્ધમાતા મંદીર રખિયાલ, બહુચરાજીમંદિર-ભુલાભાઈ પાર્ક, મેલડીમાતા મંદિર-બહેરામપુરા, વૈષ્ણોદેવી મંદિર-એસ.જી.હાઈવે, ઉમિયામાતા મંદિર-જાસપુર રોડ, આઈમાતા મંદીર-સુઘડ, હિંગળાજ માતા મંદિર, નવરંગપુરા, વગેરે ધાર્મિક સ્થળોને આવરીને નવરાત્રી ધાર્મિક પ્રવાસ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

આજ રોજ મળેલ ટ્રાન્સપોર્ટ કિંમટીની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવેલ છે. તા.7-10-2021 થી ફકત નવરાત્રી પુરતું સવારના 8-15 થી બપોરના 4-15 સુધી ચલાવવામાં આવશે. તેમાં ટીકીટનો દર પુખ્તવયની વ્યકિત માટે રૂ. 60- તથા બાળકો માટે રૂ.30 રાખવામાં આવેલ છે. આ બસ સેવા પ્રવાસીઓ માંગે તે સ્થળે આપવાની તેમજ જે સ્થળેથી બેસે તે જ સ્થળે પરત ઉતારવાનું નકકી કરવામાં આવેલ છે. આ સેવા જો ગ્રુપમાં મેળવવી હશે તો ઓછામાં ઓછા 40 પ્રવાસી યાત્રિકોનું ભાડું ચૂકવવાનું રહેશે. આ નવરાત્રી ધાર્મિક બસ સેવાનો લાભ લેવા માટે એક દિવસ અગાઉ નીચે દર્શાવેલ ટર્મિનસો ઉપર સવારે 8-૦૦ થી સાંજના 6-૦૦ દરમ્યાન સંબંધિત અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

1) લાલદરવાજા ટર્મિનસ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

2) મણિનગર ટર્મિનસ

3) સારંગપુર ટર્મિનસ

4) વાડજ ટર્મિનસ

આ પણ વાંચો : દ્વારકાના જામખંભાળિયામાં 7 ઇંચથી વધુ વરસાદ, કલ્યાણપુરનો શેઢાભાડથરી ડેમ ઓવરફ્લો

આ પણ વાંચો : હવામાન વિભાગે શું કરી આગાહી ? ગુજરાતમાં કયાં પડશે ભારે વરસાદ ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">