Ahmedabad: કોરોનાની બીજી લહેર વચ્ચે માનવતા મહેકી, કોરોના પોઝિટીવ પરિવારો માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘે મફત ટિફિન સેવા કરી શરૂ

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે ઓલટાઈમ હાઈ આંકડો નોંધાયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો પણ આંકડો સતત વધી 400 ઉપર પહોંચી ગયો છે.

Ahmedabad: કોરોનાની બીજી લહેર વચ્ચે માનવતા મહેકી, કોરોના પોઝિટીવ પરિવારો માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘે મફત ટિફિન સેવા કરી શરૂ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 15, 2021 | 9:16 PM

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે ઓલટાઈમ હાઈ આંકડો નોંધાયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો પણ આંકડો સતત વધી 400 ઉપર પહોંચી ગયો છે. જોકે તેનાથી પણ મોટી અને ગંભીર બાબત એ છે કે બીજી લહેરમાં પૂરે પુરા પરિવાર કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. જેના કારણે પરિવારને ખાવાનું બનાવીને ખાવું કઈ રીતે તે પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ આગળ આવ્યું છે અને આવા લોકો માટે સંઘ દ્વારા મફત ટિફિન સેવા શરૂ કરી છે.

કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘને અનેક ફરિયાદ અને રજુઆત મળી હતી કે માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા કોરોના પોઝિટિવ પરિવારને જમવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં કેટલાક લોકો બે દિવસ સુધી જમી શક્યા નથી. જે ફરિયાદ અને રજુઆત મળતા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘની મહિલાઓ આગળ આવી અને સંઘમાં જોડાયેલ લગભગ 15 જેટલી અલગ અલગ મહિલાઓએ તેમના ઘરે ટિફિન સેવા શરૂ કરી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

જે મહિલાઓ ટિફિન બનાવી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા લોકો સુધી પહોંચાડે છે. સંઘના પ્રેસિડેન્ટ હેતલબેન અમીને જણાવ્યું કે 15 જેટલી મહિલા ટિફિન બનાવી રહી છે અને 70થી ઉપરાંત લોકોના ઘરે મફત ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમજ હજુ પણ ટિફિનની સંખ્યા વધી રહી છે તો હેતલબેને અન્ય સંસ્થાઓને પણ આગળ આવી મદદ કરવા સૂચન કર્યું છે. જેથી કોરોના પોઝિટિવ આવનાર લોકોને મદદ પુરી પાડી શકાય.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાને હરાવી 3 હજારથી વધુ લોકો સાજા થયા,નવા 8 હજાર કેસ સામે આવ્યાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">