એએમસીના ઢોર ત્રાસ અંકુશ વિભાગના પીઆઈને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યા

કોર્પોરેશનની ઢોર પાર્ટીના પીઆઈ ઢોર ન પકડવા અને કેસ ન કરવા લાંચ માગતા ઝડપાયા છે. તેમણે હપ્તા તરીકે 10 હજાર અને દિવાળી બોનસતરીકે 10 હજાર માગ્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 2:13 PM

અમદાવાદમાં(Ahmedabad)રસ્તા પર રખડતા ઢોર(Cattele) ન પકડવા અને કેસ ન કરવા બાબતે ચાલતા કૌભાંડનો(Scam) પર્દાફાશ થયો છે. કોર્પોરેશનની ઢોર પાર્ટીના પીઆઈ ઢોર ન પકડવા અને કેસ ન કરવા લાંચ માગતા ઝડપાયા છે. તેમણે હપ્તા તરીકે 10 હજાર અને દિવાળી બોનસ(Diwali Bonus)તરીકે 10 હજાર માગ્યા હતા. ACBને ફરિયાદ મળી હતી કે દર મહિને ગાયો ન પકડવા અને છોડવાને લઇ અધિકારીઓ લાખો રૂપિયાના હપ્તા વસૂલે છે.

આવી ફરિયાદના આધારે ગુજરાત એસીબીની ટીમે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે રખડતા ઢોર વિભાગમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા એફ.એમ. કુરેશીને રૂ. 10 હજારની લાંચ લેતાં રંગે હાથે ઝડપી પાડ્યા છે. એસીબીએ એરપોર્ટ સર્કલ પાસે આવેલી એરપોર્ટ ઈનવન હોટલની અગાશી ઉપર ટ્રેપ ગોઠવીને પીઆઇ કુરેશીને લાંચ લેતાં ઝડપી પાડ્યા છે..

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરોની મોટી સમસ્યાઓ છે, છતાં કોર્પોરેશનનું CNCD વિભાગ કામગીરી કરતું નથી. માત્ર નામની કામગીરી બતાવવા કેટલીક ગાયો પકડી લે છે. ગાયો નહિ પકડવા માટે ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ હપતા લેતા હોય છે.

જો કે એસીબી પાસે આ બાબતે અનેક ફરિયાદ આવી હતી. એસીબીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર પાર્ટીમાં ફરજ બજાવતા PI એફ.એમ કુરેશી ગાયો નહિ પકડવાની અને કેસ નહિ કરવાના દર મહિને લાંચ પેટે 10 હજારની માગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે.

આ  પણ વાંચો : અંબાજીમાં ખેડૂતની માતાજીની આરાધના, 501 દીવડાની મહાઆરતી ઉતારી

આ  પણ વાંચો :અમદાવાદની ખાનગી કંપનીને પુરાતત્વ વિભાગે એનઓસી આપવાના મુદ્દે સીબીઆઇ એકશનમાં, નવ સ્થળે દરોડા પાડયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">