Ahmedabad: ફાઇનાન્સ કંપનીના નામે લાખોની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ, સાયબર ક્રાઈમે હાથ ધરી વધુ તપાસ

Ahmedabad: કેપિટલ ફાઇનાન્સ કંપનીના નામે લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Ahmedabad: ફાઇનાન્સ કંપનીના નામે લાખોની છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ, સાયબર ક્રાઈમે હાથ ધરી વધુ તપાસ
Accused
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Dec 02, 2021 | 7:22 PM

Ahmedabad: કેપિટલ ફાઇનાન્સ કંપનીના નામે લોન આપવાના બહાને છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અલગ-અલગ શહેરોમાં ઓફિસ ખોલી 150 થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે. જોકે પ્રાથમિક તપાસમાં 59 ગ્રાહકોના 4 લાખ 48 હજાર રૂપિયાના વ્યવહારો મળી આવતા સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાકેશ ઉપેન્દ્ર કુમાર ત્રિવેદી છે. જે મૂળ ગાંધીનગરનો વતની છે. પરંતુ રાજ્યભરમાં પોતાની છેતરપિંડીની શાખા ચલાવી રહ્યો છે. આરોપી ઇડર, કલોલ, ગાંધીનગર, અમદાવાદ જેવી અલગ-અલગ સ્થળ ઉપર ઓફિસ ખોલી લોન આપવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. આરોપી લોન પ્રોસિજર કે પછી અન્ય ફીના નામે રૂપિયા ઉઘરાવી લોન ન આપી છેતરપિંડી કરતો હતો. સાથે જ લોન માટે ગ્રાહકોને મુંબઈની ઓફિસનું સરનામું આપતો હતો. ત્યાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

સાયબર ક્રાઈમમા ન્યુ નરોડા ખાતે રહેતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે વસ્ત્રાલ ખાતે આવેલી કેપિટલ ફાઇનાન્સની ઓફિસ માંથી તેમણે લોન માટે એપ્લાય કર્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જે અંગેની તપાસ કરતા આરોપી રાકેશની અલગ અલગ શહેરોમાં ઓફિસ હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી સાયબર ક્રાઈમ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં 150થી વધુ લોકો ભોગ બનેલી હકીકત સામે આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

રાકેશ ત્રિવેદી કે જે આ ગુનાનો મુખ્ય આરોપી છે તે છેતરપિંડી માટે માત્ર રોકડા રૂપિયા નહીં, પરંતુ ક્યુઆર કોડ મારફતે ઓનલાઇન રૂપિયા પડાવી લોકોનો વિશ્વાસ કેળવવો હતો. સાથે જ તેની ધરપકડ સમય બેંકની પાસબુક, ચેકબુક, લેપટોપ તથા મોબાઈલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. જેના આધારે સાયબર ક્રાઈમને તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે, લોન લેવા માટે કેટલા લોકોએ પોતાના રૂપિયા ગુમાવ્યા છે. સાયબર ક્રાઇમ તેમને આ રૂપિયા પરત અપાવી શકે છે કેમ.

આ પણ વાંચો : IND vs NZ, live, 1st Test, Day 4: ભારતની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન રહાણે પેવેલિયન પરત ફર્યો

આ પણ વાંચો : Happy Birthday Yami Gautam: યામી ગૌતમ આ બીમારી સાથે ઝઝૂમી હતી, જાણો તેની નેટવર્થથી લઈને લવસ્ટોરી સુધીની જાણી-અજાણી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">