Ahmedabad: ગુગલમાં કામ કરતી મહિલા કર્મચારી સાથે અમદાવાદના યુવકે દુષ્કર્મ આચર્યાની નોંધાઈ ફરિયાદ

મેટ્રીમોનિયલ સાઈટ (Matrimonial site) પર જીવનસાથીની પસંદગી કરનારા લોકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. એક યુવાને લગ્ન નક્કી કરીને ફિયાન્સી સાથે દુષ્કર્મ આચર્યું છે. જેને લઈ હૈદરાબાદની યુવતીએ અમદાવાદના યુવક સામે ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad: ગુગલમાં કામ કરતી મહિલા કર્મચારી સાથે અમદાવાદના યુવકે દુષ્કર્મ આચર્યાની નોંધાઈ ફરિયાદ
અમદાવાદના યુવક પર દુષ્કર્મની ફરિયાદImage Credit source: પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Nov 18, 2022 | 5:36 PM

અમદાવાદના સિંધુ ભવન માર્ગ પર આવેલી હોટેલ તાજ સ્કાયમાં ગુગલમાં કામ કરતી મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ થયાની એક ફરિયાદ દાખલ થઈ છે. આ દુષ્કર્મ આઈટીસી કંપનીના એક્ઝિક્યુટીવ તરીકે કામ કરતા વ્યક્તિ અકિલ શેખે આચર્યુ હોવાનો આરોપ યુવતીએ ફરિયાદમાં લગાવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અકિલ શેખે યુવતી સાથે સગાઈ કરી હતી. જે પછી તે અકિલને મળવા અમદાવાદ આવી હતી. જ્યાં હોટેલમાં કેફીપીણું પીવડાવીને તેની સાથે અકિલે દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે.

હૈદરાબાદની યુવતીએ નોંધાવી ફરિયાદ

મેટ્રીમોનિયલ સાઈટ પર જીવનસાથીની પસંદગી કરનારા લોકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. એક યુવાને લગ્ન નક્કી કરીને ફિયાન્સી સાથે દુષ્કર્મ આચર્યું છે. જેને લઈ હૈદરાબાદની યુવતીએ અમદાવાદના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફિયાન્સી સાથે શરીર સુખ માણીને લગ્નની ના પાડી દેતા ગુગલમાં કામ કરતી કર્મચારીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મળતી માહિતી પ્રમાણે હૈદરાબાદમાં ગુગલમાં નોકરી કરતી કોલકાતાની યુવતીના લગ્ન અમદાવાદના યુવક સાથે નક્કી થયા હતા. વાર્ષિક 30 લાખના પગારથી નોકરી કરતી યુવતી મેટ્રીમોનિયલ સાઈટ ઉપર સરસપુરમાં રહેતા યુવકના સંપર્કમાં આવી હતી. આરોપી યુવક અકિલ શેખ ITC કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. બંનેના પરિવારે મંજૂરી આપીને બંનેની સગાઈ કરી હતી.

કેફીપીણુ પીવડાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ

આ દરમિયાન 14 ઓક્ટોમ્બર રોજ યુવતી IIMમાં સેમિનાર માટે અમદાવાદ આવી હતી અને તાજ સ્કાય હોટલમાં રોકાઈ હતી. આરોપી આમિર અકિલ શેખ યુવતીને મળવા હોટલ પર ગયો અને કેફીપીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ યુવતી સાથે લગ્ન કરવાની પરિવાર ના પાડે છે તેમ કહી સંબંધ તોડી નાખ્યો, જેથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે હૈદરાબાદના સાયરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ઝીરો નંબરથી સરખેજ પોલીસ ટ્રાન્સફર કરવામાં આવી. પોલીસે ગુનો નોંધી આરોપની ધરપકડ કરી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આરોપી આમીર શેખે તેની ફિયાન્સની મરજી વિના તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ફરિયાદમાં કરેલા આક્ષેપો મુજબ ચા પીધા બાદ યુવતી બેભાન કરીને લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધ્યા. યુવતી રડતા રડતા બુમો પાડતી રહી તો પણ આરોપી રોકાયો નહતો અને આરોપીએ હું તારો ભાવિ પતિ છું તેવું કહીને દુષ્કર્મ આચર્યું. આ બનાવ દરમ્યાન યુવતી બેભાન થઈ ગઈ હતી અને તે ભાનમાં આવી ત્યારે તેના શરીર પર કપડાં ન હતા. સાથે જ આમિર તેની સાથે સૂતો હતો. જેથી યુવતીએ તેનો વિરોધ કરતા હોટલમાં હોબાળો પણ થયો હતો. જોકે યુવતીએ હૈદરાબાદ જઈને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત યુવક અને તેના પરિવાર એ યુવતી સાથેની સગાઈ તોડી નાખતા યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હોવાની પણ હકીકત સામે આવી હતી.

મહત્વનું છે કે જ્યારે પણ યુવતી લગ્નની વાત યુવકને કરતી હતી ત્યારે તે બહાનું કરી વાત ટાળી દેતો હોવાની હકીકત સામે આવી છે અને બળાત્કાર ગુજાર્યા બાદ યુવકે સગાઈ તોડી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ત્યારે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે યુવકે યુવતીને કઈ દવા પીવડાવી હતી અને આ બનાવ પાછળનું અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">