Ahmedabad: સંબંધોને શર્મશાર કરતો કિસ્સો આવ્યો સામે, મામાએ જ 12 વર્ષની ભાણી સાથે કર્યા અડપલા, જાણો સમગ્ર મામલો

સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો. જ્યાં મામાએ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલા કરી છેડતી કરી હતી.

Ahmedabad: સંબંધોને શર્મશાર કરતો કિસ્સો આવ્યો સામે,  મામાએ જ 12 વર્ષની ભાણી સાથે કર્યા અડપલા, જાણો સમગ્ર મામલો
ફોટ - આરોપી
Mihir Soni

| Edited By: Jayraj Vala

Aug 18, 2022 | 6:15 PM

Ahmedabad: શહેરનાં આંબાવાડી વિસ્તારમાં સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો. જ્યાં મામાએ જ 12 વર્ષની ભાણીની એકલતાનો લાભ લઈને શારીરિક અડપલા કરી છેડતી કરી હતી. એલિજબ્રિજ પોલીસે ગુનો નોંધી નરાધમ મામાની ધરપકડ કરી છે. એલિસબ્રિજ પોલીસની ગિરફતમાં રહેલ નરાધમએ પોતાની સગી ભાણી સાથે આડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. ધટના છે આબાવાડી વિસ્તારની છે. જ્યાં 12 વર્ષની ભાણી સાથે મામાએ શારીરિક અડપલા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. 12 વર્ષની સગીરા એકલી હતી ત્યારે તેના મામાએ ઉપરના મકાનમાં લઇ જઇ કપડા કાઢીને શારીરિક અડપલાં કર્યા. સગીરાના પરિવારજનોને જાણ થતા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.

આબાવાડીમાં રહેતા ફરિયાદીને 6 દીકરી અને 2 દીકરાઓ સાથે રહે છે. અને તેમનો 39 વર્ષનો સાળો તેમના જ બ્લોકમાં ઉપરનાં માળે રહે છે. સવાર સાંજ જમવા માટે ફરિયાદીના ઘરે આવતો હતો. જેના કારણે 12 વર્ષની સગીર ભાણી પર નજર બગડી હતી. જેથી સગીરા એકલી હોય ત્યારે મામા ઘરે બોલાવી તેની સાથે અડપલાં કરતો હોવાનું સામે આવ્યું છે. સગીરાને પુછપરછ કરતા કહ્યું કે, મામાએ બે વખત મારી સાથે અડપલાં કરી કોઈને કહેવા માટે ધમકી આપી હતી.

જો કે, ગત સાંજના સમયે સગીરા મામા ઘરે કપડા પડયા હોવાથી લેવા ગઇ હતી ત્યારે તેના મામાએ તેની સાથે અડપલા કર્યા હતા. ત્યારે સગીરાની મોટી બહેન જોઈ જતા બુમાબુમ કર્યું હતું. જેના કારણે સગીરાના માતા પિતા અને આજુબાજુના લોકોએ ભેગા થઇને આરોપી મામાને પકડી પોલીસને સોંપ્યો હતો. સંબંધને શર્મશાર કરતા કિસ્સાઓથી ચેતવાની જરૂરું છે કારણકે સગીરાના એકલતાનો લાભ પોતાના લોહીના સંબંધ ધરાવતા લોકો આ રીતનું કૃત્ય આચરે છે. ત્યારે આ પ્રકારના કિસ્સા સમાજ મા ક્યારે અટકશે તે એક મોટો પ્રશ્ન છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati