Ahmedabad : બે કારની રેસમાં બની હિટ એન્ડ રનની ઘટના, 1નું મોત, 3 ઈજાગ્રસ્ત

Ahmedabad : શહેરમાં છાસવારે હિટ એન્ડ રનની ઘટના બનતી હોય છે. સોમવારે મોડીરાતે શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 1 મહિલાનું મોત નીપજ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 10:53 AM

Ahmedabad : સોમવારે મોડી રાતે શિવરંજની ચાર રસ્તા પાસે (Shivranjni crossroads) બીમાનગર નજીક ફૂટપાથ પર એક કાર ફૂટપાથ પર ફરી વળી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જયારે અન્ય 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલા સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, શિવરંજની ચાર રસ્તા પાસે બીમાનગર નજીક ફૂટપાથ પર લોકો સુઈ રહ્યા હતા. આ દરમિયાન કાર કાળ બનીને ત્રાટકી હતી. જેમાં સંતુબેન નામની મહિલાની મોત નીપજ્યું છે. જયારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બનીને કારચાલક ભાગી ગયો હતો. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે.

તપાસ કરતા કારનું પાસિંગ શૈલેષ રસિકલાલ શાહ નામના વ્યકિતનું છે. શૈલેષ રસિકલાલ શાહ નવરંગપુરાના રહેવાસી છે. 2017થી 2021 સુધી આ કાર થકી 9 વખત ટ્રાકિફના નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે.આરોપીએ એક પણ દંડના મેમા ભર્યા નથી. કારનું પાસિંગ ધરાવનાર વ્યક્તિએ અમદાવાદ પોલીસનો 4800 રૂપિયા દંડ ભરવાનો બાકી છે.

સોમવારે મોડીરાત્રે 2 કાર વચ્ચે એક રેસ લાગી હતી. આ કારમાં કુલ 4 લોકો સવાર હતા. રેસ દરમિયાન કોઈ કારણસર ડ્રાઈવરે કારના સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી. કાર માલિક મિઠાખળી પાસે રહે છે. કાર મલિક ધર બંધ કરી ફરાર થઈ ગયો છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">