AHMEDABAD : સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે 51 કરોડ “શ્રી ઉમિયા શરણમ્ મમ” મંત્ર લેખનની પોથી યાત્રા યોજાઇ

સોલા ઉમિયાધામ કેમ્પસમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:15 PM

અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ થયો છે. જેમાં આજે મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. આ ઉપરાંત અનેક મહાનુભાવો આ કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત છે.

સોલામાં ઉમિયાધામ મંદિર ખાતે આજથી ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવમાં આ મહાનુભાવોની ઉપસ્થિતિ

સવારે 9 કલાકે 51 કરોડ “શ્રી ઉમિયા શરણમ્ મમ”  મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા યોજાઇ. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. આશરે 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું નિર્માણ થશે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના હસ્તે થનાર છે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે શિલાપૂજન થશે.

સવારે 9 કલાકે 51 કરોડ “શ્રી ઉમિયા શરણમ્ મમ”  મંત્રોચ્ચાર સાથે પોથીયાત્રા યોજાઇ

ઉમિયાધામની વિશેષતા :

શ્રી ઉમિયા ધામ કેમ્પસ ઉમિયા માતાજી મંદિર શિલાન્યાસ મહોત્સવ 3 દિવસ યોજાશે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં 74 હજાર ચોરસ વાર જમીન પર અંદાજીત 1500 કરોડના ખર્ચે વિશાળ માં ઉમિયા ધામનું નિર્માણ થશે. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે ૧૩ માળની બે અલગ અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું નિર્માણ થશે. આ હોસ્ટેલમાં 400થી વધારે રૂમ બનાવાશે. જેમાં ૨૦૦થી વધારે ભાઈ-બહેનો રહી શકશે. અતિ આધુનિક સુવિધા સાથે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. સોલા ઉમિયાધામ કેમ્પસમાં વર્ષોથી ચાલતા ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ અંતર્ગત UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાજના દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવે તે માટે નવીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે. ઉમિયાધામ કેમ્પસમાં અંદાજિત 52 સ્કેવર ફૂટમાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ અને શહેરની શોભા વધારે તેવો બેન્ક્વેટ હોલ બનાવવા છે. ઉમિયા ધામમાં ભોજન અને રહેવાની સુવિધા બનાવાશે. અન્નપૂર્ણા ભવન અને વિશ્રાંતિ ગૃહ આધુનિક બનાવાશે. મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે. ઉમિયાધામની મુલાકાતે આવતા ભક્તોના વાહન પાર્ક કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવશે.જેમાં 1000 કાર પાર્ક થઇ શકે તેવું વિશાળ પાર્કીંગ હશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">