Ahmedabad: 36મી નેશનલ ગેમ્સ શહેરીજનો વિનામૂલ્યે નિહાળી શકશે, ગેમ્સમાં લોકોને જોડવા સ્પોર્ટ્સ કાર્નિવલ સહિતના યોજાયા જાગૃતિ કાર્યક્રમો

Ahmedabad: શહેરમા 29મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહેલા 36મી નેશનલ ગેમ્સ જોવા શહેરીજનોને વિનામૂલ્યે પ્રવેશ મળશે. ગેમ્સમાં લોકોને જોડવા શાળા-કોલેજ કક્ષાએ જાગૃતિ કાર્યક્રમો યોજાશે.

Ahmedabad: 36મી નેશનલ ગેમ્સ શહેરીજનો વિનામૂલ્યે નિહાળી શકશે, ગેમ્સમાં લોકોને જોડવા સ્પોર્ટ્સ કાર્નિવલ સહિતના યોજાયા જાગૃતિ કાર્યક્રમો
36મી નેશનલ ગેમ્સ
Narendra Rathod

| Edited By: Nirupa Duva

Sep 19, 2022 | 2:32 PM

36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યુ છે. જેમાં અમદાવાદ (Ahmedabad) મુખ્ય યજમાન તરીકે જોવા મળશે. અમદાવાદના શહેરીજનો નેશનલ ગેમ્સ (National Games) સાથે જોડાય એ હેતુથી શાળા કોલેજો અને જાહેર જગ્યાઓ પર જાગૃતિના કાર્યક્રમો શરૂ કરાયા છે. જે અંતર્ગત ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને જોડતો કાર્યક્રમ તેમજ રિવરફ્રન્ટ (RiverFront) પર પણ સ્પોર્ટ્સ કાર્નિવલ શરૂ કરાયો છે. શહેરીજનો માટે સારી વાત એ છે કે તેઓ વિનામૂલ્ય નેશનલ ગેમ્સને માણી શકશે. અમદાવાદના 8 સ્ટેડિયમમાં 15 રમતો રમાશે.

29મી સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ

આગામી 29મી સપ્ટેમ્બરથી 36મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યુ છે. જેમાં વધુમાં વધુ લોકો આવે તેવો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા દરેક કોલેજ અને યુનિવર્સિટીમા બ્રાન્ડીંગ અને એક્ટીવેશન કાર્યક્રમ થઈ રહ્યા છે. GTU ખાતે પણ નેશનલ ગેમ્સ અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના કલેક્ટર, મેયર, મ્યુનિસિપલ કમિશ્નર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.. ‘celebrating unity through sports’ કાર્યક્રમમાં યુવાઓને રમતમાં રસ પડે એવી કબડ્ડી, જુડો, કરાટે, યોગા તેમજ અન્ય રમતના સાધનો રજૂ કરાયા હતા.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે જણાવ્યુ હતુ કે ચાર દિવસ સુધી અમદાવાદમાં કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સ્પોર્ટ્સ અને કલ્ચરલ ઈવેન્ટ્સ યોજાશે, ચાર દિવસ સુધી યોજાનારા આ પ્રોગ્રામ થકી શહેરીજનોને જોડવાના પ્રયાસ થશે. કમિશ્નરે જણાવ્યુ કે શહેરના આઠ મેદાનો પર નેશનલ ગેમ્સ યોજાશે અને તમામ મેદાનોમાં શહેરીજનો પ્રવેશ મેળવી શકશે.

8 મેદાનોમાં નેશનલ ગેમ્સનું આયોજન, શહેરીનોને મળશે નિઃશુલ્ક પ્રવેશ

અમદાવાદના અલગ-અલગ આઠ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 15 રમતોનું આયોજન કરાશે. આ રહી તેની વિગતો

  • ગોધવી સંસ્કારધામમાં તિરંદાજી, ખોખો અને મલખમ્બની રમતો યોજાશે.
  • કાંકરિયા ટ્રાન્સટેડિયામાં ફૂટબોલ, રગ્બી
  • ટ્રાન્સટેડિયા એકા ગ્રાઉન્ડ ખાતે પુરુષો માટેની ફૂટબોલ સ્પર્ધા, કબડ્ડી અને યોગાસનની સ્પર્ધા થશે
  • શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટેની ફૂટબોલ સ્પર્ધા
  • સાબરમતી નદીમાં રોવિંગ અને કેનોઈંગની સ્પર્ધા યોજાશે
  • રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આર્ટિસ્ટિક સ્કેટિંગ, ઇન લાઇન સ્કેટિંગ, સ્પીડ સ્કેટિંગ, ટેનિસ સોફ્ટ ટેનિસની રમતો રમાશે
  • ખાનપુર રાયફલ ક્લબ ખાતે રાયફલ અને પિસ્તોલની શૂટિંગ સ્પર્ધા
  • કન્ટ્રી ક્લબમાં લોન બોલ અને ગોલ્ફ, ક્રાઉન એકેડમીમાં શોટગન શૂટિંગ સ્પર્ધા યોજાશે

આ તમામ મેદાનો પર શહેરીજનો વિનામુલ્યે પ્રવેશ મેળવી શકે છે. અમદાવાદના મેયર કિરીટ પરમારે શહેરીજનોને નેશનલ ગેમ્સમાં સહભાગી થવા અપીલ કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati